Western Times News

Gujarati News

ગુજરાત યુનિવર્સિટી વેધર સ્ટેશન ધરાવતી પહેલી યુનિવર્સિટી બનશે

અમદાવાદ, સતત બદલાતા મોસમના મિજાજ સામે હવામાનની આગાહી હવે જરૂરી બની ગઈ છે. ઠંડીમાં વરસાદ પડે, ગરમીમાં માવઠું પડે, તો અચાનક ઠંડી વઘઘટ થઈ જવી એ બદલાતી મોસમના અપડેટ પર હવે દરેક નાગરિકો નજર રાખે છે.

ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી પણ હવામાનની આગાહી કરશે. ગુજરાત યુનિવર્સિટીને વેધર સ્ટેશન વિકસાવવાની પરવાનગી મળી ગઈ છે. આ સાથે જ વેધર સ્ટેશન ધરાવતી ગુજરાત યુનિવર્સિટી સમગ્ર દેશમાં પહેલી યુનિવર્સિટી બનશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાયમેટ ચેન્જ તરફથી વેધર સ્ટેશન માટે ગુજરાત યુનિવર્સિટીને મંજૂરી મળી ગઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં એપ્રિલ મહિનાથી વેધર સ્ટેશન શરૂ થશે. ગુજરાત યુનિવર્સિટી તેના વેધર સ્ટેશનના માધ્યમથી તાપમાન, ભેજ, વરસાદ, વાવાઝોડા અંગે માહિતગાર કરશે. વેધર સ્ટેશન બનતા હવામાન વિભાગની જેમ ગુજરાત યુનિવર્સિટી પણ રાજ્ય અને કેન્દ્ર સરકારને મદદરૂપ થશે.

ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબીલીટીનાં ડાયરેક્ટર સુધાંશુ જહાંગીરે કહ્યું કે, ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરનો દરિયો છે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સતત સાયકલોન આવી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વેધર સ્ટેશન બનવાથી અનેક પ્રકારના સંશોધનો કરવા શક્ય બનશે. વિદ્યાર્થીઓ પીએચડીનો અભ્યાસ કરી શકશે, જે રિસર્ચ થશે અને પરિણામ મળશે તે ગુજરાત અને ભારત સરકાર સાથે અમે શેર કરીશું. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ખેડૂતોને પણ વેધર સ્ટેશનના કારણે ખૂબ જ મદદ મળી શકશે.

વેધર સ્ટેશન બનતા ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાભ થશે. ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કલાઇમેટ ચેન્જ, ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ, ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનીબિલિટી, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.