Western Times News

Gujarati News

ગુરુતાગ્રંથિ અને લઘુતાગ્રંથિને આપો તિલાંજલિ

આ જગતમાં વિવિધ સ્વભાવનાં માનવીઓ વસે છે. કોઈ કોઈ માનવી ગુરુતાગ્રંથિથી પીડાતા હોય તો કોઈ કોઈ માનવી લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. આ બન્ને ગ્રંથિથી બચવા માટે માનવીએ સમભાવરૂપી સ્વભાવ રાખવો જાેઈએ. ગુરુતાગ્રંથિથી પીડાતો માનવી પોતાની જાતને મહાન માને છે તથા અભિમાનમાં જ રાચતો હોય છે. પોતે જે કહે તે જ સાચું અને પોતે જે કરે તે જ વ્યવહારિક અને પોતે જ ખરો, બીજા બધાં ખોટા. આ ગ્રંથિથી પીડાતા માનવીઓ બીજાઓને પોતાની વણમાગી સલાહ પણ આપતા રહે છે તથા લોકો આગળ પોતાનો રૂબાબ બતાવતા હોય છે. પરંતુ આવી પ્રકૃતિના માનવીઓ ઉપરથી નીચે પછડાટ ખાવામાં બાકી રાખતા નથી અને લોકોની નજરમાંથી પણ તેઓ ઉતરી જાય છે. આ ગ્રંથિવાળી વ્યક્તિઓ પોતાની મોટાઈ બતાવવામાં ઉંચા આવતા નથી અને લોકો આવી વ્યક્તિઓની પાછળ હસતી હોય છે.

લઘુતાગ્રથિથી પીડાતી વ્યક્તિઓ પણ જિંદગીમાં આગળ આવી શકતી નથી. મનમાં ડર પેસી ગયો હોય છે કે પોતે કદી સફળ જ નહિ થઈ શકે. બીજાઓની જાેડે સરખામણી કરતા પોતે પોતાની જાતને નીરસ માનતા હોય છે તથા લોકો જાેડે વિચારવિમર્શ કરતા ગભરામણ અનુભવતા હોય છે. આવી વ્યકતિઓ જુથમાં ખુલ્લા દિલથી બોલી શકતા નથી. પોતાની સરખામણીમાં બીજા લોકોને બુદ્ધિશાળી માને છે અને પોતાની જાતને બિનહોશિયાર માને છે. તેઓ એવું માનતા હોય છે કે તેમની પાસે સામાન્ય જ્ઞાનનો અભાવ છે. લોકો આગળ પોતાની નામોશી થાય અથવા લોકોમાં બિનહોશિયાર લાગશે તેવો ડર હોવાથી લોકો જાેડે બોલવાને શક્તિમાન હોવા છતાં પણ બોલી શકતા નથી. પરંતુ લઘુતાગ્રંથિથી પીડાતી વ્યક્તિઓએ બીજાની સાથે સરખામણી કરતા પોતે નીચા નથી જ તેવા હકારાત્મક વિચારો રાખવા જાેઈએ.

જ્યારે આત્મવિશ્વાસનો અભાવ માનવીમાં થાય ત્યારે તે માનવી વિચારે છે કે આ કાર્ય હું કરી શકીશ? જુથમાં લોકો જાેડે હું ચર્ચા કરી શકીશ? મારા સામાન્ય જ્ઞાનથી લોકોએ મારા પર હસશે? આવી અભિગમ ધરાવતી વ્યક્તિઓ બોલવાનો વિચાર હોવા છતાં તે માનવી લોકોમાં પોતાની હોશિયારી બતાવી શકતો નથી તે લઘુતાગ્રંથિથી પીડાતો રહે છે. અને તેને નકારાત્મક વિચારોથી ઘેરાયેલો રહેતા લોકો કરતા પાછળ રહી જાય છે.

આવી વ્યક્તિઓએ નકારાત્મક વિચારો ત્યજીને હકારાત્મક વિચારો કરતાં રહેવું જાેઈએ. તેઓએ એવો વિચાર કરવો જાેઈએ કે બીજાઓ જાે કરી શકે તો પોતે કેમ ન કરી શકે. હિમ્મત તો રાખવી જ પડે પણ સાથે સાથે હોશિયારી પણ વાપરવી જ પડે અને મનમાં સંકલ્પ દઢ કરવો જ જાેઈએ. આવેલી તક ગુમાવવી ન જાેઈએ તો સફ્ળતાનાં દ્વાર આપોઆપ ઉઘડી જ જાય. આમ કરવાથી લઘુગ્રંથિમાં ઓટ આવશે. માનવસહજ સ્વભાવ હોય છે કે પોતે બીજા કરતા વધુ હોશિયાર છે તેવું બતાવવા લોકો પ્રયત્ન કરતા જ હોય છે તો લઘુતાગ્રંથિનાં સ્વભાવવાળી વ્યક્તિઓએ પણ સહેજ ડર રાખ્યા વગર આત્મવિશ્વાસ રાખીને લોકો જાેડે હળતા મળતા થઈ ચર્ચા વિચારણામાં ભાગ લેવો જાેઈએ અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જ રહ્યો તો પોતાના મનમાંથી ડર નીકળતા હિમ્મત આવી જશે.

પોતે કેવી વિચારધારા ધરાવે છે તે મહત્વનું છે. હકારાત્મક વિચારવાળી વ્યક્તિઓ સફળતાનાં દ્વાર પર ઉભા રહી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ધરાવતી વ્યક્તિઓ આગળ આવી શકતી નથી પણ પાછળ ફેંકાઈ જાય છે. નાના બાળકોનાં વિકાસમાં મા-બાપ બહુ જ મોટો ભાગ ભજવી શકે છે. તેઓએ પોતાના બાળકોને ટોક ટોક કરીને ડરતા રાખવા ન જાેઈએ નહિતર બાળકો લઘુતાગ્રંથિનો શિકાર બની જાય છે અને આ બાળક મટી યુવાન બનતા સમાજમાં સાલ એકલો પડી જાય છે ને હતાશ બની જાય છે. દરેક માનવીએ પોતાનું મનોબળ મજબૂત રાખવું જ જાેઈએ.

‘Nothing is impossible in this world and Have a Positive Thinking in own Life’
આ દુનિયામાં કોઈ જ વસ્તુ અશક્ય નથી. એ જ જીવનમંત્ર માનવીને સફળતા મેળવવામાં મદદરૂપ બને છે.
કાળા માથાનો માનવી જાે ધારે તો શું નથી કરી શકતો?
ગુરુતાગ્રંથિ કે લઘુતાગ્રંથિ શારીરિક અને માનસિક પર અસર કરતી હોવાથી તેને તિલાંજલિ આપવી જ જાેઈએ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.