Western Times News

Gujarati News

નામાંકિત કંપનીમાં કરોડોના ફ્રોડ પૂર્વે બે આરોપીની ધરપકડ

આરોપીએ કંપનીના દસ્તાવેજ મેળવી લીધા હતા

જ્યોતિ CNC સાથે ફ્રોડ પૂર્વે બે આરોપીની ધરપકડ

જ્યોતિ સીએનસી કંપની નામાંકિત કંપની હોય જેથી તેના એકાઉન્ટમાં વધુ રકમ મળશે તેવું વિચારી કંપની સાથે બેંકના માધ્યમથી ફ્રોડ કરવાનું વિચાર્યું હતું

રાજકોટ, મેટોડા જીઆઇડીસી સ્થિત જ્યોતિ સીએનસી નામની કંપની સાથે નાણાકીય ફ્રોડ થાય તે પૂર્વે જ ભક્તિનગર પોલીસ દ્વારા એક બાદ એક એમ કરી કુલ બે જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ દ્વારા મુખ્ય માસ્ટર માઈન્ડ વિવેક ઉર્ફે અરુણકુમારની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ભક્તિનગર પોલીસ દ્વારા સમીર ચાનીયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યારે પોલીસે ઝડપી પાડેલા મુખ્ય માસ્ટરમાઈન્ડ વિવેક ઉર્ફે અરુણકુમાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે કઈ રીતે મુખ્ય માસ્ટર માઈન્ડ દ્વારા કંપનીના ડિરેક્ટરોને ખબર ન પડે તે રીતે કંપની સાથે નાણાકીય ફ્રોડ કરવાનું કાવતરું રચ્યું હતું તે અંગે વાંચો વિગતવાર. તાજેતરમાં ઢેબર રોડ પર આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં સમીર ચાનિયા નામનો વ્યક્તિ જ્યોતિ CNC કંપનીના કેસ ક્રેડિટ એકાઉન્ટનો મોબાઈલ નંબર બદલવાની અરજી આપવા આવ્યો હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ જણાતા બેંક દ્વારા જ્યોતિ સી એન સી કંપનીના ડિરેક્ટર વિક્રમસિંહ રાણાને જાણ કરવામાં આવી હતી. કંપની દ્વારા ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતા બેંક ખાતેથી સમીર ચાનિયા નામનો વ્યક્તિ ઝડપાઈ ગયો હતો. ઝડપાયેલા વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે તેને અરુણકુમાર નામના વ્યક્તિએ અરજી આપવા મોકલ્યો હતો.

અગાઉ તેઓના દ્વારા જ્યોતિ સીએનસી કંપનીના નામનું એકાઉન્ટ છે. તેનું સ્ટેટમેન્ટ મેળવવામાં આવ્યું હતું. જે સ્ટેટમેન્ટ પરથી આરોપીઓને જાણ થઈ હતી કે કંપનીના એકાઉન્ટમાંથી રૂપિયા ૨૧ કરોડના રકમના વ્યવહારો થયા છે. દરમિયાન વિવેક ઉર્ફે અરુણ કુમારની મદદથી સમીર ચાનીયાએ બેન્ક એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલવા માટે કંપનીનો બનાવટી લેટરપેડ બનાવી બનાવટી મોબાઈલ નંબર બદલવા માટે અરજી કરી હતી.

તો સાથે જ ડિરેક્ટરના ઓળખ પત્ર કંપનીનું જીએસટી રજીસ્ટ્રેશન સહિતના દસ્તાવેજાે પણ એકત્રિત કરી તેમાં બનાવટી સહી કરી બેંકમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મયુરધ્વજ સિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આરોપી મૂળ દિલ્હીનો રહેવાસી છે.

આરોપીએ ધોરણ ૧૨ સુધી અંગ્રેજી માધ્યમમાં દિલ્હી ખાતે અભ્યાસ કર્યો છે જેના કારણે તે હિન્દી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. વિવેક ઉર્ફે અરુણ કુમારે બાપુનગર સ્મશાન પાસે ફેક્ટરી વિસ્તારમાં ફરી અલગ અલગ જગ્યાઓએ જઈ બેંકમાં ડોક્યુમેન્ટ આપવા જઈ શકે તેવા માણસની શોધખોળ કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.