Western Times News

Gujarati News

ડાકોર : ઈન્દોર હાઇવે પર ડીવાઈડર તુટવા લાગ્યા

(પ્રતિનિધિ) ડાકોર, ઠાસરા તાલુકાનું પ્રપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભાવિક ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર તરફ આવતી વખતે ઠાસરા રોડ થી ડાકોર રોડ ઉપર ઘણા સમયથી રોડની વચ્ચેના ભાગમાં બનાવેલ ડીવાઈર ટુટવા લાગ્યા છે અને ઘણા સમયથી આજ પ્રમાણે રોડ ઉપર ડીવાઈડર ટુંટી જવાથી ડીવાઈડર ના છુટા પત્થરો રોડ ઉપર ઘસી આપવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહ્યા કરે છે .રાત્રીના સમયે આ રોડ ઉપરથી પસાર થતા ભારે ધરખમ વાહનો તેમજ સ્થાનિક રહીશોને પણ ડર સતાવા લાગી રહ્યો છે કે ક્યારે આ આરએમબી દ્વારા આ ડીવાઈડર નં સમારકામ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.આરએમ.બી.દ્વારા આ રોડની વચ્ચે ડીવાઈડરનું સમારકામ વહેલી તકે કરવામાં નહિ આવે તો અકસ્માત થવાનો ભય વાહન ચાહતોને સતાવી રહ્યો છે.

રખીયાલ ગામના કુલદીપ પટેલ જણાવે છે કે અમો જ્યારે રખીયાલ ગામની ફાટક પાસેથી ડાકોર ગામમાં આવીએ છે ત્યારે રાત્રીના સમયે અમોને આ ડીવાઈડરના પત્થરો રોડ ઉપર આવી ગયા છે તેનાથી અમોને અકસ્માતનો ભય સતાયા કરે છે અને આ ડીવાઈર ઘણા સમયથી ટૂટેલી હાલમાં હોવા છતાં ડાકોર ખાતે આવેલી આર એન્ડ બી. ઓફીસના અધિકારીની આખો ઉઘડતી નથી અને જાણે અધિકારી આ ટૂટેલાડીવાઈડરના લીધે અકસ્માત થવાની રાહ જાેઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે આ ટૂડેલા ડીવાઈડર વિશે ટેલીફોનીક દ્વારા આર.એન્ડ બીના અધિકારી સોનીભાઈ સાથે વાત કરવાનો પયત્ન કરાતા તેવો ફોન ઉપાડતા નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.