Western Times News

Gujarati News

કરીનાએ પટૌડી પરિવાર સાથે ઉજવ્યો Valentines Day

મુંબઈ, સૌએ પ્રેમના દિવસની અલગ-અલગ રીતે ઉજવણી કરી. કોઈએ ફ્રેન્ડ્‌સ સાથે, કોઈએ લવ પાર્ટનર સાથે તો કોઈએ પરિવારના સભ્યો સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી.

પટૌડી પરિવારના સભ્યો પણ આ દિવસે એક છત નીચે ભેગા થયા હતા અને વાતચીત તેમજ મજાક-મસ્તી કરીને સાથે સમય પસાર કર્યો હતો કર્યું હતો. જેની તસવીરો સબા પટૌડીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. જેમાં તેની સાથે કરીના કપૂર, તેનો નાનો દીકરો જેહ અને શર્મિલા ટાગોર જાેવા મળ્યા.

જ્યારે તૈમૂરની ગેરહાજરી આંખે ઉડીને વળગી તો સૈફ અલી ખાન તેના આગામી પ્રોજેક્ટ માટે શૂટિંગ પર ગયો હોવાથી સામેલ થઈ શક્યો નહીં. સબાનો પરિવાર પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર કરશો તો તમને સારા અલી ખાન, ઈબ્રાહિમ અલી ખાન, તૈમૂર, ઈનાયા નૌમી ખેમૂ તેમજ જેહની ઢગલો તસવીરો જાેવા મળશે.

આ સિવાય તે અન્ય સભ્યોની થ્રોબેક તસવીરો પણ ફેન્સને બતાવતી રહે છે. વેલેન્ટાઈન ડે પર તેણે જે તસવીરો શેર કરી, જેમાં કરીનાને ગ્રે કલરના શર્ટ અને પેન્ટમાં જાેઈ શકાય છે, જેણે જેહને તેડ્યો છે જે ટીશર્ટ અને શોર્ટ્‌સમાં ક્યૂટ લાગી રહ્યો છે. તો બીજી તરફ શર્મિલા ટાગોરે લાઈન કલરનો કૂર્તો અને લેગિંગ પહેરી છે. સબા તેમની પાછળ ઉભી છે. બીજી તસવીરમાં નાનકડો જેહ મમ્મી અને દાદી સાથે છે.

 

View this post on Instagram

 

A post shared by Saba Pataudi (@sabapataudi)

આ સાથે લખ્યું છે ‘મારા જીવનના કેટલાક પ્રિયજનો સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી. આજે હું ગોર્જિયસ ગર્લ્સ અને જેહ પાછળ સંતાઈને ઉભી રહી…! કરીના કપૂરે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

જેમાં જેહ હાથમાં રહેલા રમકડાથી રમવામાં વ્યસ્ત છે, તો કરીના તેના કપાળ પર કિસ કરી રહી છે જ્યારે દાદી શર્મિલા તેને પંપાળી રહ્યા છે. તેણે લખ્યું છે ‘માના પ્રેમ સાથે વેલેન્ટાઈન્સ પર સનસેટ કિસિસ’. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ ડ્રોપ કર્યું છે.

કરીના કપૂરે ફેન્સને વેલેન્ટાઈન ડે વિશ કરતાં પોતાની કેટલીક ગોર્જિયસ તસવીરો શેર કરી હતી. જેમાં તે પિંક કલરની સાડીમાં જાેવા મળી. આ સાથે તેણે કેપ્શનમાં શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘જબ વી મેટ’ની એક પોપ્યુલર લાઈન લખી હતી. તેણે લખ્યું હતું ‘મેં અપની ફેવરિટ હું… હેપ્પી વેલેન્ટાઈન ડે.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની ખૂબ જલ્દી સુજાેય ઘોષના પ્રોજેક્ટ ‘ધ ડીવોશન ઓફ સસ્પેક્સ એક્સ’માં વિજય વર્મા અને જયદીપ અહલાવત સાથે જાેવા મળશે, જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. તેની પાસે હંસલ મહેતાની એક ફિલ્મ સિવાય રિયા કપૂરની ‘ધ ક્રૂ’ છે, જેમાં તબુ અને ક્રીતિ સેનન સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. તો બીજી તરફ શર્મિલા ટાગોર પર ૧૨ વર્ષ બાદ ફિલ્મ ‘ગુલમહોર’થી કમબેક કરવાની તૈયારી કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.