Western Times News

Gujarati News

અચાનક એવું તે શું થયું કે, ૨૦૦ મકાનોની રોડ કપાત મોકૂફ રખાઇ

(તસવીર: જયેશ મોદી) (એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં રોડ કપાતને લઈને ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ શરૂ થયો હતો. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના ૧.૫ કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો હતો.

લોકોના વિરોધ બાદ એએમસીની કપાતની કામગીરી આજે મોકૂફ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૦૦ મિલકતો આજે કપાત માટે કામગીરી હાથ ધરવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે.

નારણપુરામાં કપાતમાં જતી મિલકત પર બુલડોઝર ફરવાનું હતું તેના કારણે લોકો રોષે ભરાયા હતાં. પરંતુ આ ર્નિણય મોકૂફ રાખવામાં આવતા લોકોમાં હાશકારો દેખાયો છે.

નારણપુરામાં દબાણ તોડવાની આજે કામગીરી હાથ ધરવામાં આવવાની હતી તે પહેલા સ્થાનિકો દ્વારા તેનો જાેરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો.

આ વિરોધ માટે મહિલાઓ પણ રસ્તા પર બેસી ગઈ હતી. આખરે ર્નિણયને આજે મોકૂફ રખાતા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે.ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાથી લોકોને પડતી અગવડને દૂર કરવા માટે ૨૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફરવાનું હતું જેને આજે અટકાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

સ્થાનિકોએ આગામી દિવસોમાં જાે રોડ કપાત કરાશે તો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે નારણપુરાના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો હતો અને સ્થાનિક લોકોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો.

ભાજપના નેતાઓએ અમને વિશ્વાસમાં લઈ અમે કામગીરી કરીશું એવી ખાતરી આપી હતી. પરંતુ હવે ર્નિણય મોકૂફ રખાતા લોકોમાં ખુશી જાેવા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.