Western Times News

Gujarati News

રાખી સાવંતે નમાઝ અદા કરતો વીડિયો શેર કર્યો

મુંબઈ, આદિલ ખાન દુર્રાનીને ડેટ કર્યા બાદ એક્ટ્રેસ રાખી સાવંતે તેની સાથે લગ્ન કર્યા. બંનેએ મે ૨૦૨૨માં કોર્ટ મેરેજ કર્યા હતા અને જાન્યુઆરી ૨૦૨૩માં તેનો ખુલાસો કર્યો હતો પરંતુ તે પછી જે થયું તે કોઈનાથી છુપાયેલું નથી.

રાખીએ તેના પતિ પર એક પછી એક ગંભીર આરોપો લગાવ્યા છે. પરિણામે આજે તે જેલના સળિયા પાછળ છે અને જેલની હવા ખાય છે. તે જ સમયે રાખી હજુ પણ ચૂપ બેઠી નથી. તે આદિલ પર સતત આરોપો લગાવી રહી છે. ક્યારેક તેની સાથે તેની જૂની યાદો તાજી કરીને પ્રેમ વ્યક્ત કરે છે અને ક્યારેક ગુસ્સો વ્યક્ત પણ કરે છે. હવે તેણે ફરી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નમાઝ અદા કરી રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ઘણી વખત હિજાબમાં પણ જાેવા મળી છે. લેટેસ્ટ વિડિયોમાં પણ તે સુંદર હિજાબ પહેરીને નમાઝ અદા કરી રહી છે.

ક્લિપ શેર કરતાં રાખી સાવંતે લખ્યું- આદિલ, તેં મારી સાથે શું કર્યું અને લાગણી વ્યક્ત કરી. હવે આ ક્લિપ બાદ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. રાખીએ પતિ આદિલ પર છેતરપિંડી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. હવે રાખીએ ચોંકાવનારો દાવો કર્યો છે. રાખીએ તેની માતાના મૃત્યુ માટે આદિલને જવાબદાર ઠેરવ્યો છે. રાખીએ આદિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Bolly Window (@bollywindow)

રાખી સાવંતે આદિલ પર મારપીટનો આરોપ લગાવતા કહ્યું કે પતિએ તેના પેટમાં એટલી જાેરથી લાત મારી કે પેશાબ નીકળી ગયો. હાલમાં જ પાપારાઝી સાથે વાત કરતી વખતે રાખી ભાંગી પડી અને કહ્યું, ‘આદિલે મારા પેટમાં લાત મારી. રડતી વખતે મારો પેશાબ નીકળી ગયો.

આદિલે મને છોડી દીધી. જે સમયે મારી માતા અંતિમ શ્વાસ લઈ રહી હતી ત્યારે તે અન્ય યુવતી સાથે બેડ પર હતો. રાખી સાવંતે કહ્યું કે જ્યારે આદિલ તેની ગર્લફ્રેન્ડ સાથે ઘરે આવ્યો ત્યારે તેના આખા શરીર પર લવ બાઈટના નિશાન હતા.

રાખી સાવંત રડવા લાગી અને પછી બોલી, ‘આદિલે મને પાગલ કરી દીધી છે. ‘તેણે મારી માતાને મારી નાખી છે. જાે મારી માતાને સમયસર સારવાર મળી હોત તો કદાચ તે મૃત્યુ પામી ના હોત. હજુ કેટલો ત્રાસ આપીશ આદિલ? તે મને રોડ પર લાવી દીધી. રાખી સાવંતે થોડા દિવસો પહેલા દાવો કર્યો હતો કે આદિલનું લવ અફેર છે.

રાખીએ મીડિયાના માધ્યમથી આદિલને ચેતવણી આપી હતી કે તેણે હવે સુધરવું જાેઈએ. રાખી સાવંતે એવો પણ દાવો કર્યો હતો કે આદિલનો ક્રિમિનલ રેકોર્ડ છે અને એક વખત મૈસુર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. રાખીના કહેવા પ્રમાણે આદિલ ૨ દિવસ જેલમાં પણ રહી ચૂક્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.