Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદના આ અંડરપાસ દિવાલની કામગીરીના કારણે ૯ જુલાઈ સુધી ડાયવર્ઝન કરાયું

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ તંત્ર દ્વારા આજથી મીઠાખળી અંડરપાસમાં મીઠાખળી ગામ બાજુના એપ્રોચની બંન્ને બાજુએેેેે આરસીસી રીટેઈનીંગ વૉલ બનાવવાની કામગીરી આરંભાઈ છે. જેના કારણે મીઠાખળી ગામથી આશ્રમ રોડ બાજુની સાત મીટરની લેન લોકો માટે બંધ કરાઈ છે.

તા.૬ઠી જુલાઈ સુધી હળવા વાહનોને આશ્રમ રોડથી મીઠાખળી ગામ બાજુની લેન તેમજ ભારે વાહનોએ મીઠાખળી છ રસ્તાથી જ રેલ્વે ક્રોસિંગ થઈ માઉન્ટ કાર્મેલ સ્કુલથી આશ્રમ રોડ અને મીઠાખળી છ રસ્તાથી લૉ ગાર્ડન,

ચિરાગ મોટર્સ ચારરસ્તા, માદલપુર અંડરપાસેથી આશ્રમ રોડ તરફના રોડનો ઉપયોગ કરવાનો રહેશે. તેમ મ્યુનિસિપલ તંત્ર દ્વરા આજે પ્રસિધ્ધ કરાયેલી એક જાહેર નોટીસમાં જણાવાયુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers