Western Times News

Gujarati News

પોલીસને અવાજથી થતાં પ્રદુષણની ૧૦,ર૭૭ ફરીયાદ મળીઃ DJના વાહન જપ્ત

પ્રતિકાત્મક

લગ્નપ્રસંગમાં ડીજેના ઘોંઘાટથી લોકો ત્રાહીમામ-લોકો અન્ય નાના-મોટા પ્રસંગોમાં પણ ડીજે બોલાવતા ખચકાતા નથી તેવામાં પોલીસ કંટ્રોલને ડીજે બંધ કરાવવાના મળતા સૌથી વધુ કોલ

(એજન્સી)અમદાવાદ, રાજયસભરમાં પાછલા થોડા સમયથી ડીજેને લગતી ફરીયાદ સતત વધી રહી છે. લગ્ન સહીતના વિવિધ પ્રસંગોમાં લોકો એટલા માટેથી મ્યુઝિક  (DJ music in marriage) વગાડતા હોય છે કે પરેશાન લોકોએ પોલીસની મદદ લેવી પડતી હોય છે. અત્યારે જયારે લગ્નની સીઝન ચાલી રહી છે. police-received-10777-noise-pollution-complaints-dj-vehicles-detained

ત્યારે કંટ્રોલરૂમમાં આ પ્રકારની ફરીયાદો ખુબ જ આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પાછલા ૧૮ મહીનામાં એટલે કે જાન્યુઆરી ર૦ર૧થી લઈને અત્યાર સુધી અમદાવાદ શહેરની પોલીસને ધ્વની પ્રદુષણની ૧૦,ર૭૭ ફરીયાદ મળી ચુકી છે. જાેકે આ ફરીયાદ પર કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર બે વાહન જપ્ત કરવામાં આવ્યા છે. તેના સિવાય કોઈ પણ વ્યકિત વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી.

નોધનીય છે કે ડિસેમ્બર ર૦૧૯માં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી એક નોટીસ જાહેર કરવામાં આવી હતી. જયારે ગુજરાત હાઈકોર્ટે આ સુચનાના અમલીકરણને લગતો પ્રશ્ન કર્યો તો અમદાવાદ પોલીસે જાન્યુઆરી ર૦ર૩માંચ પાંચ હોઈ દાખલ કરી હતી.

ર૦મી જાન્યુઆરીના રોજ અમદાવાદ શહેરના પોલીસ કમીશ્નરે જાહેર સ્થળોએ ધ્વની પ્રદુષણ ઘટાડવા માટે પ્રતીબંધો લાગુ કર્યા હતા. આ સિવાય ધામિર્ક સ્થળોને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે પોતાની સાઉન્ડ સીસ્ટમનો અવાજ ધીમો રાખે તેમજ અમુક વિસ્તારથી દુર તેનો અવાજ ન જવો જાેઈએ.

આ સિવાય માઈક સીસ્ટમ સહીત અન્ય વાધોના જાહેરમાં ઉપયોગ પર પણ પ્રતીબંધ મુકવામાં આવ્યો હતો. ઉપયોગ કરવા માટે અમુક શરતોનું પાલન કરવાનું રહેશે. વડોદરાની વાત કરવામાં આવે તો, પાછલા થોડા મહીનામાં વડોદરાના પોલીસ કંટ્રોલ રૂમમાં પ૦ ટકા ફોન ડીજે મ્યુઝીકની ફરીયાદોને લગતા હતા.

પાછલા સાત જ દિવસમાં વડોદરા શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ૪૦૦ ફોન આવ્યા હતા. આ સમસ્યા વધવાને કારણે પોલીસે ફરીયાદ નોધાવાનું અને મ્યુઝીક સીસ્ટમ જપ્ત કરવાનું કામ શરૂ કર્યું છે. વડોદરાના પોલીસ કમીશ્નર શમશેરસિંહ જણાવે છે. કે, શહેરી વિસ્તારોમાં આ એક મોટી સમસ્યા છે.

અમને દરરોજ ડઝન જેટલી ફરીયાદ આ બાબતની આવતી હોય છે. અન્ય એક પોલીસ અધિકારી જણાવે છેકે, હવે નાની પાર્ટી હોય તો પણ ડીજે બોલાવવામાં આવે છે. આને કારણે બાકીના લોકો ખૂબ ડિસ્ટર્બ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.