Western Times News

Gujarati News

Swini Kharaએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ

મુંબઈ, ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગ કરિયરની શરૂઆત કરનારી સ્વિની ખારા હવે મોટી થઈ ગઈ છે અને ખૂબ જલ્દી લગ્નના બંધનમાં બંધાવાની છે. આ પહેલા હાલમાં તેણે બોયફ્રેન્ડ ઉર્વિશ દેસાઈ સાથે ડ્રીમી સેરેમનીમાં રિંગ એક્સચેન્જ કરી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આ એક્ટ્રેસે તેની સગાઈની ઝલક દેખાડતી કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે પિંક કલરના ગાઉનમાં જાેવા મળી, આ સાથે તેણે ડાયમંડ નેકલેસ અને ઈયરરિંગ્સની સાથે માથાપટ્ટી પહેરી હતી અને વાળ ખુલ્લા રાખ્યા હતા.

Actress Swini Khara engagement with boyfriend

તો બીજી તરફ તેના ફિયાન્સેએ બ્લેક કલરની શેરવાની પહેરી હતી. આ લૂકમાં તેમની જાેડી ખરેખર જામતી હતી અને તેઓ ‘મેડ ફોર ઈચઅધર’ લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Swini Khara (@swinikhara)

ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં, સ્વિની અને ઉર્વિશની આતિશબાજી વચ્ચે સ્થળ પર એન્ટ્રી થતી જાેવા મળી, બીજી તસવીરમાં બંને ડાન્સ કરી રહ્યા છે તો એક તસવીરમાં ઉર્વિશ ઘૂંટણિયે બેસીને સ્વિનીને રિંગ પહેરાવી રહ્યો છે.

આ સિવાય બીજી એક પોસ્ટમાં ઉર્વિશ સ્વિની પર પ્રેમ વરસાવતો જાેવા મળ્યો. સ્વિનીએ પણ નીચે બેસીને બોયફ્રેન્ડને રિંગ પહેરાવી હતી. કેપ્શનમાં તેણે લખ્યું છે ડર્યા વગર હું તારી સાથે વાઝોડામાં પણ નાચીશ, મારો બેસ્ટ ડ્રેસ પહેરીને #SwiniGotHerVish.

 

View this post on Instagram

 

A post shared by Swini Khara (@swinikhara)

આ તસવીરો પર કોમેન્ટ કરીને અહેસાસ ચન્ના અને અવિકા ગોર સહિતના એક્ટ્રેસના મિત્રો તેમજ ફેન્સે અભિનંદનનો વરસાદ કર્યો છે અને પ્રેમ પણ વરસાવ્યો છે. સ્વિની ખારાને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ખૂબ પોપ્યુલારિટી મળી હતી. તેણે ૨૦૦૫માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

તેણે ફિલ્મ ‘પરિણીતા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું તો સીરિયલ બા બહુ ઔર બહુથી ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. તે અભિતાભ બચ્ચન અને તબુની ફિલ્મ ‘ચીની કમ’ તેમજ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીમાં જાેવા મળી હતી. અત્યારસુધીમાં તેણે ૧૧ ફિલ્મો અને ચાર ટીવી શોમાં કામ કર્યું છે. સ્વિની ખારાનો ફિયાન્સે ઉર્વિશ દેસાઈ શું કરે છે, તેના વિશે વધારે માહિતી મળી નથી.

પરંતુ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર superslides.in લખ્યું છે. લિંક્ડઈન પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, તે મિકેનિકલ એન્જિનિયર અને લીનિયર મોશન સ્પેશિયાલિસ્ટ છે. તે સુપરસ્લાઈડ્‌સ નામની કંપનીનો ડિરેક્ટર છે અને મુંબઈમાં રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.