Western Times News

Gujarati News

Gujarat:આણંદ-ખેડામાં ટામેટાનું વાવેતર ૧૮૦૦ હેકટરથી વધુ થયું

અમદાવાદ, આણંદ-ખેડા જિલ્લામાં ટામેટાનું વાવેતર ૧૮૦૦ હેકટરથી વધુ થયું છે. મોટા પ્રમાણમાં ટામેટાનું ઉત્પાદન થયું છે. એક સપ્તાહ પહેલાં ૧ મણ ટામેટા ૬૦ રૂપિયા ભાવ હતાં. ખેડૂતોને મજૂરી માથે પડતી હતી.Tomato plantation in Anand-Kheda is more than 1800 hectares

ગત સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધી  જતાં અચાનક જ ટામેટાનું ઉત્પાદન ઘટી ગયું છે. તેમજ અન્ય રાજયમાં આવતી ટામેટાની આવક ઘટી ગઇ છે. હાલમાં ટામે ટાની માંગમાં વધારો છે.

આણંદ-ખેડા બજારમાં જરૂરીયાત કરતાં દૈનિક ૧૦ ટન ટામેટાની સામે હાલમાં ૪ થી ૫ ટન ટામેટા આવી રહ્યાં છે. જેના કારણે બે દિવસમાં ટામેટા ભાવ બમણાં થઇ ગયા છે. એક સપ્તાહ પહેલા રૂપિયા ૬૦નાં મણ વેચાતાં ટામેટાનો ભાવ રૂપિયા ૧૨૦ સુધી પહોંચી ગયો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી ઠંડીનું જાેર રહેતા ટામેટાનો ઉતારો વધી ગયો હતો. દિલ્હી, મુંબઇ અને નાસિક પંથકમાં ટામેટા સ્પાલાય કરવા છતાં દૈનિક ૨૦ ટનથી વધુ આવક આણંદના બજારમાં થતાં હતી. જેના કારણે ટામેટા ભાવ ગગડી ગયા હતા.

એવન ટામેટા ૬૦ રૂપિયે મણ જતાં હતા. જેથી બજારમાં ૫ રૂપિયે કિલો છુટક વેચાતાં હતા. ખેડૂતોને ભારે ખોટ જતી હતી. જેથી કેટલાંક ખેડૂતોએ ટામેટી કાઢી નાંખી હતી. પરંતુ છેલ્લા બે સપ્તાહથી ગરમી જાેર વધતાં ટામેટા ઉતાર પર અસર થતાં ટામેટાની આવક છેલ્લા એક સપ્તાહથી ઘટી ગઇ હતી. પરિણામે બે દિવસમાં ટામેટાના ભાવ ડબલ થઇ ગયા છે.

હાલમાં ખેડૂતો પાસેથી વેપારીઓ ૧૦૦ થી૧૨૦ રૂપિયે મણ ટામેટા ખરીદી કરી રહ્યાં છે. ચરોતરના બજારમાં સ્થાનિક ટામેટાની સાથે મહારાષ્ટ્ર, એમ પી સહિત સૌરાષ્ટ્રમાંથી ટામેટા આવતાં હતા.

પરંતુ ગરમીનું જાેર રાજ્ય વધી ગયું છે. તેના કારણે બહારથી આવતાં ટામેટા બંધ થઇ ગયા છે. જયારે સ્થાનિક ટામેટાની આવક ઘટી છે. જેથી ભાવ ડબલ થઇ ગયા છે. સલીમભાઈ વ્હોરા, વેપારી. ટામેટા ભાવ શરૂઆતમાં ૨૦૦ રૂપિયા હતાં. ઠંડી વધતાં ટામેટા મબલક પાક ઉતર્યો હતો.

જેના કારણે ૫૦ થી ૬૦ રૂપિયે મણ ટામેટા જતાં ખેડૂતોને ખર્ચ જેટલા નાંણા મળતાં ન હતા.જેથી કેટલાંક ખેડૂતોએ ટામેટી કાઢી નાંખી હતી.પરંતુ ગરમી વધતાં ઉતારો ઘટી જતાં હાલમાં ટામેટા ૧૨૦ રૂપિયે મણ વેચાઇ રહ્યાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.