Western Times News

Gujarati News

દાંતા સ્ટેટના મહારાજાની અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવા વડાપ્રધાનને વિનંતી

Request to PM Narendra Modi to start Prasad of Mohanthal in Ambaji of Maharaja of Danta State

File Photo

(એજન્સી)અંબાજી, અંબાજી મંદિરની ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. પ્રસાદનો આ મામલો હજુ પણ દેશભરમાં ગાજી રહ્યો છે.

અનેક વખત માંગ અને રજુઆત છતાં મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવામાં ન આવતા ભક્તોમાં આક્રોશનો જ્વાળા ભભૂકયો છે. અનેક સંગઠનો માંગ કરી રહ્યા છે. છતાં તંત્ર આ દિશામાં કાર્યવાહી ન કરતા હવે અંબાજીમાં પ્રસાદી મામલે દાંતાના મહારાજાનું ટ્‌વીટ સામે આવ્યું છે. Request to Prime Minister to start Prasad of Mohanthal in Ambaji of Maharaja of Danta State

દાંતા સ્ટેટ મહારાજા પરમવીર સિંહ દ્વારા મોદીને ટ્‌વીટ કરવામાં આવ્યું છે જે ને લઈને મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યોછે. જેમાં મોહનથાળનો પ્રસાદ ૯૦૦ વર્ષ અગાઉથી માતાજીને ધરાવાય છે. જેની સાથે પરંપરા અને શ્રદ્ધા જળવાયેલી છે. જેથી મોહનથાળનો પ્રસાદ બંદ કરવો અયોગ્ય છે.

મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોમાં પણ નારાજગી સાથે આસ્થા ખૂટી રહી હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે.અંબાજી મંદિરમાં પ્રસાદ વિવાદ મામલે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રહાર કરતા કહ્યું હતું કેમહુડીમાં પણ સુખડીનો પ્રસાદ બંધ કરી ગોળધાણાં ચાલુ કરી શકે છે.

મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા સ્થાનિકોની રોજગારી છીનવાઇ છે. આ તમામ લોકોની સમસ્યાને ધ્યાને લઈને અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. પ્રસાદ તો મોહનથાળનો જ રહેવો જાેઇએ તે અંગે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમનું પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

રાજ્યમાં આવેલા અંબાજી મંદિરોમાં કોંગ્રેસ મોહનથાળનો પ્રસાદ ચડાવી વિરોધ વ્યક્ત કરશે.અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. જેમાં અંબાજી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા.

પ્રસાદ બંધ કરવાના મામલે અશોક રાવલના નેતૃત્વમાં ધરણા કરાયા હતા. આદ્ય શક્તિમાં જગદઅંબાનું મંદિર વિક્રમ સંવત ૧૧૩૭થી એટલે કે આશરે (૯૦૦ વર્ષ ઉપરાંત સમયથી) મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી અવિરત પણે ચોખ્ખા ઘી માંથી મોહનથાળનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવવામાં આવતો.

ત્યારે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તો સહિત સંસ્થાઓ સંગઠનો, ભૂદેવો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. દિવસેને દિવસે વિવાદ ઘેરો બન્યો જાય છે. ત્યારે અંબાજી માતાજીના ઉપાસક અને દાંતા રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. જાે મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં નહિ આવે તો છેલ્લે કોર્ટ નો સહારો લેવો પડશે તેવી રાજવી પરમવીરસિહે ચીમકી પણ ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.