Western Times News

Gujarati News

Bollywood:ઝાડુવાલા સાથે ડાન્સ કરવા બદલ ટ્રોલ થયો હની સિંહ!

હની સિંહ ખૂબ જ જીવંત, મસ્તી, પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતો માણસ છે.

તેનું દમદાર પ્રદર્શન ફેન્સને ફ્રેશ કરી દેતુ હોય છે

હની સિંહે ઝાડુવાળા સાથે કર્યો સ્ટેજ પર જાેરદાર ડાન્સ

મુંબઈ, Bollywood rapper Yo Yo Honey Singhની સમગ્ર ભારતમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે, હની સિંહનું નામ સાંભળીને જ તેના ફેન્સ ક્રેઝી થઈ જતા હોય છે. હની સિંહના ગીતો પાર્ટીઓમાં ખૂબ વગાડવામાં આવે છે, પરંતુ હની પોતે પણ ઘણા લાઈવ પરફોર્મન્સ આપે છે. Honey Singh got trolled for dancing with Zaduwala!

હાલમાં જ યો યો હની સિંહે એક કોન્સર્ટમાં પરફોર્મ કર્યું હતું, જ્યાં તેના પરફોર્મન્સને માણવા માટે ઘણા ફેન્સ ત્યાં હાજર હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાેઈ શકાય છે કે, હની સ્ટેજ પર ઝાડુ લઈને સાફ કરવા આવેલા સફાઈ કામદાર સાથે કેવી રીતે પરફોર્મ કરતો જાેવા મળી રહ્યો છે.

હની સિંહ ખૂબ જ જીવંત, મસ્તી, પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવતો માણસ છે. તેનું દમદાર પ્રદર્શન ફેન્સને ફ્રેશ કરી દેતુ હોય છે. તાજેતરમાં જ રાજસ્થાનના જયપુરમાં આ રેપરે પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન અલ્ફાઝ અને હોમી દિલ્હીવાલા પણ તેની સાથે જાેવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Yo Yo Honey Singh (@yoyohoneysingh)

આ કાર્યક્રમ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હની સિંહ ઝાડુ સાથે ડાન્સ કરતો જાેવા મળી રહ્યો છે. આ વીડિયોએ હની સિંહના ફેન્સનું દિલ જીતી લીધું છે. પરંતુ હની સિંહના આ વીડિયો પર યુઝર્સ બે ગ્રુપમાં વહેંચાયેલા જાેવા મળે છે.

જ્યાં એક તરફ કેટલાક યુઝર્સ હની સિંહના મિલનસાર સ્વભાવના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકોનું માનવું છે કે, આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, અને તે છોકરાને જાણી જાેઈને આ વીડિયોમાં સામેલ કરવામાં આવ્યો છે. એક વ્યક્તિએ લખ્યું- આંધળા ભક્ત ન બનો, તે સફાઈ કામદારને જાેઈને લાગે છે કે વીડિયો સ્ક્રિપ્ટેડ છે.

વાસ્તવમાં હની સિંહના પરફોર્મન્સ દરમિયાન એક છોકરો સ્ટેજ પર પહોંચે છે અને ઝાડુ મારવા લાગે છે. જ્યારે હની સિંહ આ જુએ છે, ત્યારે તે તરત જ તેની પાસે પહોંચે છે, અને તેને પોતાના ડાન્સમાં સામેલ કરી લે છે. છોકરો સંપૂર્ણ મુક્તિ સાથે નાચવાનું શરૂ કરે છે. તેમના ફેમસ ગીત લવ ડોઝ પર બંનેનો દમદાર ડાન્સ જાેઈને દર્શકો પણ ખૂબ જ ઉત્સાહિત દેખાય છે અને બધા ધૂમ મચાવી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.