Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નર નિવાસસ્થાનથી ઉત્તર ઝોનમાં સિંગાપુર-શાંઘાઈ જેવી સ્થિતિ

ઉત્તર ઝોનની મુલાકાતે ગયેલા કમિશ્નરને રસ્તા આવતા અન્ય વિસ્તાર કે ઝોનમાં રોડ પરના દબાણો, કચરાના ઢગલા, ડ્રેનેજના પાણી કે રખડતા ઢોર નજરે પડયા ન હતાં.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના સર્વેસર્વા મ્યુનિ. કમિશ્નર હોય છે પરંતુ વર્તમાન મ્યુનિ. કમિશ્નર કદાચ તેમની સત્તા બાબતે અજાણ હોય તેમ લાગી રહયુ છે જેના કારણે જ તેઓ એકાદ વોર્ડ કે ઝોન પુરતી જ કાર્યવાહી કરી સંતોષ માની રહયા છે. Singapore-Shanghai in North Zone from AMC Commissioner’s Residence

મંગળવારે આ પ્રકારનું જ ઉદાહરણ જાેવા મળ્યુ છે જેમાં ઉત્તર ઝોનની મુલાકાતે ગયેલા કમિશ્નરને રસ્તા આવતા અન્ય વિસ્તાર કે ઝોનમાં રોડ પરના દબાણો, કચરાના ઢગલા, ડ્રેનેજના પાણી કે રખડતા ઢોર નજરે પડયા ન હતાં.

અમદાવાદ મ્યુનિ. કમિશ્નરે મંગળવારે ઉતર ઝોનની તેમની મુલાકાત દરમિયાન ચાર અધિકારીઓને વિવિધ કારણોસર શો કોઝ નોટિસ ફટકારી છે પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે મ્યુનિ. કમિશ્નર તેમના નિવાસસ્થાન એટલે કે લો ગાર્ડનથી નીકળી ઉત્તરઝોનના જે તે વોર્ડ સુધી ગયા તે દરમિયાન રસ્તામાં પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, પૂર્વ ઝોન વગેરે પણ આવ્યા હશે.

પરંતુ મ્યુનિ. કમિશ્નરના મગજમાં માત્ર ‘પક્ષીની આંખ’ ની વાર્તા જ ચાલી રહી હશે જેના પરિણામે તેમણે રસ્તામાં આવતા અન્ય વોર્ડમાં રસ્તા પર ના દબાણો, રખડતા ઢોરો, ડ્રેનેજના પાણી કે કચરાના ઢગ પ્રત્યે ધ્યાન આપ્યું ન હતું તેઓ માત્ર ને માત્ર ઉત્તર ઝોનને જ સિંગાપુર કે શાંઘાઈ બનાવવા માંગતા હશે

જેના કારણે જ લો ગાર્ડનથી ઉત્તર ઝોન સુધી પહોંચ્યા બાદ જ તેમણે આ તમામ બાબતો પ્રત્યે દ્રષ્ટિપાત કરી અને અધિકારીઓની ભુલ શોધી હતી તથા તેમને શો કોઝ નોટિસ આપવા આદેશ કર્યાં હતાં. મ્યુનિ. કમિશ્નરની સદર કાર્યવાહી થોડાઘણા અંશે ચર્ચાનો વિષય પણ બની છે.

કારણ કે મ્યુનિ. કમિશ્નરના તાબામાં સમગ્ર શહેર આવે છે અને શહેરના કોઈપણ વિસ્તારમાં કોઈપણ પ્રકારના દબાણ, ગંદકી કે રખડતા ઢોર સામે કાર્યવાહી કરવાની તેમની સત્તા છે તેમ છતાં તેમના નિવાસસ્થાન એટલે કે લો ગાર્ડનથી ઉત્તરઝોનના જે તે વોર્ડ સુધી તેમણે તેમની ફરજ પ્રત્યે આંખ આડા કર્યા હોય તેવા આક્ષેપ પણ થઈ રહયા છે.

મ્યુનિ. કમિશ્નરે કોઈ ને જવાબ આપવાનો હોતો નથી તેમજ ઉત્તરઝોન સુધી જતાં રસ્તામાં નિયમ વિરૂધ્ધ થતા કૃત્યો સામે કાર્યવાહી કરી હોત તો પણ તેમની પાસે કોઈએ જવાબ માંગવાના હોતા નથી.

મ્યુનિ. કમિશ્નરે આ અગાઉ પણ આ પ્રકારે જ માત્ર તેમણે મુલાકાત લીધી હોય તેવા વોર્ડ કે ઝોનના અધિકારીઓને જ શો કોઝ નોટિસ આપી હતી. માત્ર ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીને જ સમગ્ર શહેરમાં રખડતા ઢોરો મામલે નોટીસ આપવામાં આવે છે.

જાે મ્યુનિ. કમિશ્નર દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડની મુલાકાતે જતા હોય તો રસ્તામાં આવતા ઝોનના દાણીલીમડા કે બહેરામપુરા વિસ્તારની તકલીફો, સમસ્યાઓ કે અડચણો માટે તેઓ ધ્યાન આપે તે આવશ્યક છે. પરંતુ આ પ્રકારની ફરજમાં કમિશ્નર ચુક કરી રહયા છે તેવી ચર્ચા પણ મ્યુનિ. ભવનમાં ચાલી રહી છે.

તદઉપરાંત મ્યુનિ. કમિશ્નર જાે ખરા અર્થમાં નાગરિકો માટે કામ કરવા ઈચ્છતા હોય તો ટંકશાળ રોડ, ગાંધી રોડ, પાનકોર નાકા, ત્રણ દરવાજા જેવા ગીચ વિસ્તારમાં મુલાકાત લઈ અને રોડ પર થયેલા દબાણો અને રોડ પર થતા પાર્કિંગો મામલે ચોકકસ પ્રકારની કાર્યવાહી કરવી જાેઈએ તેમ પણ લોકો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.