Western Times News

Gujarati News

“ડ્રગ્સ ફ્રી ફ્યુચર” પર અવેરનેસ માટે ફિલ્મ કલાકારો સાથે હેરિટેજ વોકનું આયોજન

સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના “ડ્રગ્સ ફ્રી ફ્યુચર” અભિયાન સાથે જાેડાણ

અમદાવાદ, યુથ આઇકોન ઓજસ રાવલ, ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતીના બ્રાન્ડ એમ્બેસેડર અને જાણીતા આર.જે. દેવકી, પાવરા એન્ટરટેઇન્મેન્ટ ડો. જયેશ પાવરા, તિહાઈ- ધ મ્યુઝિક પીપલના શ્રી અભિલાષ ઘોડા તથા સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર સ્નેહલ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત યુવાઓ, ફિલ્મ કલાકારો અને સેલિબ્રિટી થકી સૌથી વધુ થાય છે પ્રભાવિત.. Organized Heritage Walk with Film Actors for Awareness on “Drug Free Future”.

ડ્રગ્સ ફ્રી ફ્યુચર પર અવેરનેસ માટે એક હેરિટેજ વોકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં, ઘણાં બધાં ફિલ્મી કલાકારો અને નામાંકિત વ્યક્તિ ઓ જાેડાઈ રહ્યાં છે. આ હેરિટેજ વોક ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે થી સ્વામિનારાયણ મંદિરથી જામા મસ્જિદ સુધી ૨.૫ કિલોમીટરની યોજાઈ રહી છે.

૧૪ માર્ચ, ૨૦૨૩- અમદાવાદઃ પ્રખ્યાત સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન હંમેશાથી સમાજ કલ્યાણના કાર્યો કરતું આવ્યું છે. પછી તે તકવંચિત બાળકોનો અભ્યાસનો ખર્ચ હોય કે તેમના ભરણપોષણ નો ખર્ચ હોય, ફેમિલી વેલ્ફેરના કર્યો હોય, દરેક કાર્યોમાં સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન અગ્રેસર રહ્યું છે.

ઉપરાંત, તે છેલ્લાં કેટલાક સમયથી “ડ્રગ્સ ફ્રી ફ્યુચર” અભિયાન માટે કામ કરી રહેલ છે. હવે આ સમાજ-લાભાર્થી અભિયાનમાં અત્યંત પ્રતિષ્ઠિત એવોર્ડ્‌સ “ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્‌સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨” પણ જાેડાઈ ગયું છે. ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ્‌સ ગુજરાતી ૨૦૨૧ – ૨૦૨૨ કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈ પર લઇ જવા માટેનું જ એક અભિયાન છે.

આ એવોર્ડ્‌સ અત્યંત ભવ્ય રીતે આગામી મેં મહિનામાં દુબઈમાં યોજાઈ રહેલાં છે. ડ્રગ્સ ફ્રી ફ્યુચર પર અવેરનેસ માટે એક હેરિટેજ વોકનું આયોજન થઈ રહ્યું છે. જેમાં, ઘણાં બધાં ફિલ્મી કલાકારો અને નામાંકિત વ્યક્તિ ઓ જાેડાઈ રહ્યાં છે. આ હેરિટેજ વોક ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે થી સ્વામિનારાયણ મંદિર થી જામા મસ્જિદ સુધી ૨.૫ કિલોમીટરની યોજાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.