Western Times News

Gujarati News

દંપતીએ મંદિરમાં લગ્ન કર્યા છતા રજિસ્ટ્રારે લગ્નની નોંધણીની અરજી ફગાવી

Files Photo

અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે પાટણ જિલ્લા સત્તાધીશોને એક દંપતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે ઝાટક્યા હતા. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે રજિસ્ટ્રારએ તેમના લગ્નની નોંધણીની અરજીને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે આવા કોઈ લગ્ન થયા નથી. The registrar rejected the application for marriage registration even though the couple was married

HCએ સત્તાધીશોને ઝાટક્યા

જાેકે ત્યારપછી હાઈકોર્ટમાં જે પ્રમાણે આ મુદ્દે ચર્ચા થઈ એ ઘણી રસપ્રદ રહી હતી. તથા જજે પણ વેરિફિકેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાદેવના મંદિરમાં દંપતીએ લગ્ન કરી લીધા હતા. ત્યારપછી મહિલાના પરિવારના સભ્યો દ્વારા દંપતીને મુશ્કેલી ઉભી થતી હોવાનું પણ સામે આવ્યું છે. દંપતીના એડવોકેટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ દંપતી એક જ રહેણાંક કોલોનીમાં રહેતા હતા.

બંને વચ્ચે પ્રેમ થયો અને ત્યારપછી ઘરમાંથી ભાગી ગયા હતા. જાન્યુઆરીમાં દેથલીના વટેશ્વર મહાદેવ મંદિરમાં તેમણે લગ્ન કર્યા અને પછી તેમના લગ્નની ઉંમરની નોંધણી માટે અરજી કરી હતી. એક મહિના પછી, ૧૩ ફેબ્રુઆરીના દિવસે રજિસ્ટ્રારે તેમની અરજી ફગાવી દીધી હતી.

કારણ કે મંદિર મેનેજમેન્ટે સત્તાધીશોને પૂછપરછ કરી ત્યારે દંપતીએ ત્યાં લગ્ન કર્યા હોવાની પુષ્ટિ કરી ન હતી. તેઓએ હાઈકોર્ટને વિનંતી કરી કે તેઓ સત્તાધીશોને તેમના લગ્નની નોંધણી કરવા અને પ્રમાણપત્ર આપવા માટે નિર્દેશ આપે. તેઓએ એવી પણ ફરિયાદ કરી હતી કે મહિલાના પરિવારના સભ્યોના પ્રભાવને કારણે લગ્ન નોંધાયા નથી.

જજ સંગીતાએ પ્રશ્ન કર્યો કે કયા કાયદાની જાેગવાઈ હેઠળ તેઓ ચકાસણી માટે ગયા? કોર્ટ એ જાણવા માંગે છે કે લગ્ન સંપન્ન હતા કે કેમ તે ચકાસવા માટે તેઓએ સ્થળની મુલાકાત અને નિરીક્ષણ લેવાનું ક્યારથી શરૂ કર્યું છે. તો શું દરેક વખતે આ રીતે, જન્મ અને મૃત્યુના દરેક કિસ્સામાં તેઓ જન્મ અથવા મૃત્યુ થયું છે કે કેમ તે ચકાસવા માટે સ્થળની મુલાકાત લેશે? દંપતીના વકીલે કોર્ટને એ પણ જણાવ્યું કે ભાગી ગયા બાદ દંપતીએ મહિલાના પરિવારના સભ્યોથી બચાવ અર્થે પોલીસ સુરક્ષા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

હાઈકોર્ટે ગયા મહિને પાટણ પોલીસને તેમની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે સંબંધિત અધિકારીઓ પાસેથી ૨૯ માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.