Western Times News

Gujarati News

Daljit kaur પતિ નિખિલ પટેલ સાથે હનીમૂન માટે બેંગકોક ગઈ

મુંબઈ, ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે ૧૮ માર્ચના રોજ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા છે. મુંબઈમાં દલજીત અને નિખિલના લગ્ન યોજાયા હતા જેમાં બંનેના નિકટના પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન બાદ નિખિલ અને દલજીતે સોશિયલ મીડિયા પર મિસ્ટર એન્ડ મિસિસ પટેલ તરીકેની તસવીરો શેર કરી હતી. Daljit Kaur husband Nikhil Patel

કપલે શેર કરેલી તસવીરોમાં તેઓ પોતાના બાળકો સાથે જાેવા મળી રહ્યા છે. નિખિલ અને દલજીત બંનેના આ બીજા લગ્ન છે. દલજીત કૌરે અગાઉ એક્ટર શાલીન ભાનોત સાથે લગ્ન કર્યા હતા. બંનેનો દીકરો છે જેનું નામ જેડન છે. સાત વર્ષ પહેલા દલજીત અને શાલીનના છૂટાછેડા થયા હતા. જ્યારે નિખિલ પટેલના પણ આ બીજા લગ્ન છે. પહેલા લગ્ન થકી તેને બે દીકરીઓ છે.

લગ્નના આઉટફિટની વાત કરીએ તો, નિખિલ અને દલજીતે આઈવરી રંગના આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. દલજીતે આઈવરી રંગના લહેંગા પર લાલ રંગનો દુપટ્ટો ઓઢ્યો હતો. દલજીત અને નિખિલની જાેડી સુંદર લાગી રહી હતી. લગ્ન બાદ તરત જ નિખિલ અને દલજીત હનીમૂન માટે રવાના થઈ ગયા છે.

દલજીત કૌરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ નિખિલ પટેલ સાથે સેલ્ફી શેર કરી છે. જેમાં બંને બ્લેક રંગના આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. દલજીતે સેલ્ફી શેર કરતાં લખ્યું, અમારા હનીમૂનની કેટલીય સેલ્ફીઓમાંથી આ પહેલી સેલ્ફી. જે બાદ દલજીતે એક બિલ્ડિંગનો વિડીયો શેર કર્યો છે. સાથે જ તેણે ખુલાસો કર્યો છે કે હનીમૂન માટે તે અને નિખિલ બેંગકોક પહોંચ્યા છે.

અગાઉ દલજીતે એક વિડીયો શેર કર્યો હતો જે એક હોટેલનો હતો. વિડીયોમાં જાેઈ શકો છો કે, દલજીત લગેજ કાર્ટમાં બેઠી છે અને તેણે લગ્નનો જ લહેંગો પહેરેલો છે.

જ્યારે નિખિલ લગેજ કાર્ટ ખેંચતો જાેવા મળે છે. તેણે આ વિડીયો શેર કરતાં લખ્યું, “મિસ્ટર અને મિસિસ પટેલ તરીકે દુનિયાની ફરતે થનારા કેટલાય એડવેન્ચરો પૈકીના પહેલા પર. ચાલો આને અમારું હનીમૂન કહીએ. જણાવી દઈએ કે, દલજીત અને નિખિલની મુલાકાત દુબઈમાં એક પાર્ટી દરમિયાન થઈ હતી. બંનેએ જાન્યુઆરીમાં નેપાળમાં સગાઈ કરી હતી.

દલજીતે જણાવ્યું હતું કે, તે અને નિખિલ પોતાના બાળકોના પ્રત્યેના પ્રેમને લીધે નિકટ આવ્યા હતા. દલજીતને લાગ્યું કે, જેડન એવી ઉંમરમાં છે જ્યાં તેને રોજિંદા જીવનમાં પિતાતુલ્ય વ્યક્તિની જરૂર છે. જેડન પણ નિકને મળીને ખૂબ ખુશ હતો અને તેની સાથે ભળી ગયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.