Western Times News

Gujarati News

“વિરોધ પક્ષના માત્ર પત્રથી ગર્વનર ફલોર ટેસ્ટ કરવા માટે આદેશ આપે તે યોગ્ય નથી”

ભારતના રાષ્ટ્રપતિ અને રાજયોના રાજયપાલોના હોદ્દા એ બંધારણીય વડાના હોદ્દા છે ત્યારે મહારાષ્ટ્રના કેસમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ધનંજયભાઈ ચંદ્રચુડનું ગંભીર અવલોકન રસપ્રદ અને નિર્ણાયક બનશે ?!

તસ્વીર ભારતના રાષ્ટ્રપતિ ભવનની છે !! બીજી તસ્વીર ભરતની સુપ્રિમ કોર્ટની છે !! જયારે ઈન્સેન્ટ તસ્વીર ભારતના સુપ્રિમ કોર્ટના જજ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે. તેમના નેતૃત્વ હેઠળ હાલ રાજયપાલનો સવિવેકની સત્તા પર સુપ્રિમ કોર્ટે ટકોર કરવી પડી છે !! વિરોધ પક્ષના માત્ર પત્રથી ગર્વનર ફલોર ટેસ્ટ કરવા માટે આદેશ આપે તે યોગ્ય નથી.

કારણ કે વિપક્ષ તો ગમે તે સમયે અને વારંવાર કહી શકે કે સરકારે બહુમતી ગુમાવી છે ત્યારે રાજયપાલે સ્વવિવેકની સત્તા વાપરવાની હોય છે. વિરોધ પક્ષના પત્ર એ આધાર બની શકે નહીં !! કોર્ટે એવી પણ ટકોર કરી છે કે સુરક્ષા માટેનો ખતરો વિશ્વાસના મતનો આધાર ન બની શકે.

સુપ્રિમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે, કોઈ રાજયપાલ પોતાના હોદ્દાનો ઉપયોગ ચોકકસ પરિણામ માટે કરી શકે નહીં !! મહારાષ્ટ્રમાં રાજયપાલ બી. એસ. કોરશ્યારીના નિર્ણયને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડના નેતૃત્વ વાળી પાંચ ન્યાયાધીશોનું અવલોકન છે કે, આ “લોકશાહી માટે આ વરવું સ્વરૂપ છે” આ અવલોકન પછી ભારતની સુપ્રિમ કોર્ટ રાજયપાલના બંધારણીય હોદ્દાની ગરિમા જળવાય તે માટે શું આદેશ આપે છે એ જાેવાનું રહે છે. (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા )

સુરક્ષા માટેનો ખતરો વિશ્વાસના મત માટેનો આધાર ન બની શકે, લોકશાહી માટેઆ વરવું સ્વરૂપ છે – સુપ્રિમ કોર્ટનું અવલોકન !!

અમેરિકાના પ્રમુખ પાસે અમેરિકાના બંધારણ મુજબ વિશાળ સત્તા પણ છે અને વીટો સત્તા પણ છે છતાં બંધારણીય પ્રશ્નો ઉઠતા નથી ?!

અમેરિકાના પ્રમુખ આઈઝન હોવરે કહ્યું છે કે, “અમેરિકાના પ્રમુખનું પદ કોંગ્રેસના ત્રીજા ગૃહ જેવું બની જાય છે”!! જયારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું હતું કે, “પ્રતિકુળતા સામે તો બધાં જ ઉભા રહે છે, પરંતુ જાે તમે કોઈનું ચરિત્ર ચકાસવા માંગતા હોય તો તેને સત્તા આપો”!!

આમ અમેરિકાના પ્રમુખને વિશાળ સત્તા છે !! ભારતના બંધારણે ભારતના રાષ્ટ્રપતિ પદનું સર્જન બંધારણની કલમ-૫૨ થી કર્યુ છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે પણ કેટલીક વિશાળ સત્તાઓ છે !! તે ધારે તો તેદેશના બંધારણીય વડાની હેસિયતથી તે સત્તા વાપરી શકે છે !!

ભારતના રાષ્ટ્રપતિએ દેશના બંધારણીય વડા છે !! ભારતના રાષ્ટ્રપતિને બંધારણનીકલમ- ૮૫ લોકસભાનું વિસર્જન કરવાની પણ સત્તા છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીને અને તેમની સલાહથી અન્ય મંત્રીઓની નિયુક્તિ કરે છે !! ભારતના રાષ્ટ્રપતિ ધારે તો પોતાની સત્તાનો સ્વતંત્ર ઉપયોગ પણ કરી શકે છે !!

ભૂતકાળમાં માત્ર એક વર્ષની સેવા પછી સંસદ સભ્યોને પેન્શન આપવાની દરખાસ્ત કરતો સુધારો રાષ્ટ્રપતિની ભલામણ વગર નવમી લોકસભામાં રજૂ કરાયો અને પસાર કરાયો હતો ત્યરે રાષ્ટ્રપતિ વૈંકટરમણને વિધેયક અનુમતી આપી નહોતી. ભારતના રાષ્ટ્રપતિ હાઈકોર્ટાે અને સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ, ભારત સરકારના એટર્ની જનરલની નીયુક્તિ કરવાની સત્તા ધરાવે છે.

રાષ્ટ્રપતિ બંધારણની કલમ-૭૨ ફરમાવેલ સજા માફ કરવાની કે સજા ઘટાડવાની સત્તા પણ ધરાવે છે દેશના ત્રણે સેનાના વડાની નિયુક્તિ કરવાની પણ સત્તા ધરાવે છે !! રાષ્ટ્રપતિ બંધારણની કલમ-૩૫૯ હેઠળ મૂળભૂત અધિકારોનો અમલ મોકુફ રાખી શકે છે.

બંધારણની કલમ-૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. બંધારણની કલમ-૩૬૦ હેઠળ દેશમાં નાણાંકીય કટોકટી પણ જાહેર કરી શકે છે !! છતાં પણ રાષ્ટ્રપતિ બધી જ પ્રસ્તૃત વિગતો વિચારણામાં લઈ લીધી હતી કે નહીં તે બાબત અદાલત તપાસી શકે છે અને રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી દેશના વિવિધ રાજયના ગર્વનરોની નિયુક્તિ કરે છે

પરંતુ રાજયપાલોની નિયુક્તિ રાષ્ટ્રપતિને આધિન હોઈ રાજયપાલનો હોદ્દો બંધારણીય હોદ્દો ગણાય છે પરંતુ આ હોદ્દો રાજકીય રીતે પ્રભાવિત થતાં હાલ ભારતની સુપ્રિમ કોર્ટ રાજયપાલનો વિવેકપૂર્ણ સત્તાના મુેદ્દે સૂનાવણી કરી છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.