Western Times News

Gujarati News

સંજય દત્ત પાસે હાલમાં ઘણી મોટી ફિલ્મો હાથમાં

મુંબઇ, બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક સંજય દત્ત પાસે હાલમાં પણ સૌથી વધારે ફિલ્મો છે. જેમાં પાનિપત અને સડક-૨ ફિલ્મનો સમાવેશ થાય છે. પાનિપત ફિલ્મ રજૂ થવાની તૈયારીમાં છે. જેમાં તે ઐતિહાસિક પાત્ર અહેમદ શાહના રોલમાં જાવા મળનાર છે. આ ઉપરાંત વિતેલા વર્ષોની તેની જ મુખ્ય રોલવાળી ફિલ્મ સડકના બીજા ભાગમાં પણ તે નજરે પડનાર છે. તે કેટલીક નવી ફિલ્મો પણ સાઇન કરી રહ્યો છે. તેની પાસે હાલમાં અનેક પ્રોજેક્ટ રહેલા છે. પાનિપત ફિલ્મ ઇતિહાસ પર આધારિત છે.

જેમાં મુખ્યરોલ તરીકે અર્જુન કપુર અદા કરનાર છે. ફિલ્મમાં તેની સાથે કૃતિ સનુન કામ કરી રહી છે. આશુતોષ ગોવારીકર ફિલ્મ બનાવી રહ્યા છે. તેમની ફિલ્મો વિતેલા વર્ષોમાં જારદાર ધુમ મચાવી ચુકી છે. જેમાં જાધા અકબર ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન અને એશની મુખ્ય ભૂમિકા રહેલી હતી. જા કે આશુતોષની છેલ્લી ફિલ્મ મોહેન જાદોરા ફિલ્મ ફ્લોપ રહી હતી.

જેમા પણ રિતિક અને પુજા હેગડેની ભૂમિકા હતી. સંજય દત્તની સાથે ભૂમિમાં તેઓ જાડાઇ ચુક્યા છે. સહ નિર્માતા તરીકે કોણ રહેશે તેની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવનાર છે. સિંહે ખુલાસો કર્યો છે કે એપ્રિલ મહિનામાં ફિલ્મનુ શુટિંગ મોરિશિયસમાં શરૂ થનાર છે. ફિલ્મમાં પાંચ ગીતો રાખવામાં આવ્યા છે. અન્ય કલાકારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે સંજય દત્ત પાસે અન્ય ફિલ્મો પણ રહેલી છે. જેમાં આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપતનો સમાવેશ થાય છે. જેમાં સંજય દત્તની સાથે અર્જુન કપુર અને કૃતિ સનુન પણ દેખાશે. ગિરિશ મલિકની એક્શન ફિલ્મ તોરબાજમાં પણ તે નજરે પડ્યો હતો જેમાં તેની સાથે નરગીસે ભૂમિકા અદા કરી હતી. તે પહેલા પણ તે કેટલાક સારા રોલ મેળવી ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.