Western Times News

Gujarati News

નવા કેપ્ટન સાથે મેચ રમવા માટે તૈયાર રહેજો: ધોની

ચેન્નઈ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્‌સ વચ્ચે આઈપીએલ ૨૦૨૩ના છઠ્ઠા મુકાબલા સીએસકેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં રમાઈ હતી. આ મેચ થાલાની ટીમના હકમાં રહી. ચેન્નઈએ આ રોમાંચક મેચ માત્ર ૧૨ રનથી જીતી હતી. બંને ટીમો વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળી હતી. ચેન્નઈના શેર અને લખનૌના નવાબો વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જાેવા મળી રહતી.

પરંતુ અંતમાં જીત મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ થઈ. તો મેચ બાદ માહી પોતાના બોલરોથી ખૂબ જ નારાજ જાેવા મળ્યો હતો. માહીએ પોતાના જ પ્લેયર્સનો જાેરદાર ક્લાસ લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન અને દિગ્ગજ વિકેટ કિપર તથા બેટ્‌સમેન મેહન્દ્ર સિંહ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્‌સ વિરુદ્ધ મેચ જીત્યા બાદ પોતાના બોલરો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.

વાત એવી હતી કે, મેચ દરમિયાન સીએસકેએ એક્સ્ટ્રા રન આપ્યા હતા. જેમાં વાઈડ અને નો બોલ પણ સામેલ હતા. બસ, આ જ વાત થાલાને જરાય ગમી નહીં. આવામાં ધોનીએ મેચ બાદ કહ્યું કે, પ્લેયર્સે નો બોલ કે વાઈડ નાખવાથી બચવું પડશે. નહીં તો નવા કેપ્ટન સાથે મેચ રમવી પડશે.

આ મારી બીજી વોર્નિંગ છે અને પછી હું જતો રહીશ. લખનૌ સુપર જાયન્ટ્‌સે ટોસ જીતીને પહેલાં ચેન્નઈને બેટિંગ કરવા માટે બોલાવી હતી. જે બાદ ચેન્નઈએ નિર્ધારિત ૨૦ ઓવરોમાં ૭ વિકેટ ગુમાવીને ૨૧૭ રનનો સ્કોર બનાવ્યો હતો. રુતુરાજ ગાયકવાડે ૫૭, ડિવોન કોનવેએ ૪૭ રન ફટકારીને ટોટલ રન સુધી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એના વળતા જવાબમાં લખનૌએ પણ બેટિંગમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. ધાકડ ઓપનર કાયલ માયર્સે બીજી મેચમાં તાબડતોડ ફિફ્ટી ફટકારી હતી. તો નિકોલસ પૂરને પણ ઝડપી ૩૨ રન ફટકાર્યા હતા. પરંતુ આ રનને ચેસ કરતા ૧૨ રનથી ચૂકી ગયા અને ૧૨ રનથી હાર થઈ. આ ચેન્નઈની આ સિઝનની પહેલી જીત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.