Western Times News

Gujarati News

NMACC ઈવેન્ટમાં ગૌરી ખાન સાથે શાહરૂખ ઝઘડો કરવા લાગ્યો

મુંબઈ, મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્‌ઘાટન નિમિત્તે બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં માત્ર બોલિવુડ જ નહીં પરંતુ હોલિવુડના પણ જાણીતા ચહેરાએ પણ સ્ટાઈલિશ લૂકમાં હાજરી આપી હતી. આ ગ્લેમરસ ઈવેન્ટની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા.

હવે, ઈન્ડસ્ટ્રીના પાવરફુલ કપલમાંથી એક શાહરુખ ખાન અને પત્ની ગૌરી ખાન, જેઓ બંને બાળકો- સુહાના ખાન અને આર્યન ખાન સાથે ઈવેન્ટમાં હાજર રહ્યા હતા, તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જાેઈને ‘કિંગખાન’ નશાની હાલત હતો તેવું કેટલાક યૂઝર્સનું કહેવું છે. NMACCની ઈવેન્ટના બીજા દિવસે ત્યાં હાજર ઘણા સેલેબ્સે સ્ટેજ પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

જેમાંથી એક રણવીર સિંહ પણ હતો. તેણે ફિલ્મ ‘દિલ ધડકને દો’ના સોન્ગ ‘ગલ્લા ગુડિયાં’ પણ ડાન્સ કર્યો હતો. આ દરમિયાન પહેલી હરોળમાં ઉભેલી પ્રિયંકા ચોપરાને તે હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યો હતો અને બાદમાં બંનેએ સાથે ડાન્સ કર્યો હતો.

તેમના આ પર્ફોર્મન્સને ગૌરી ખાને ખૂબ એન્જાેય કર્યું હતું. તે જ સમયે શાહરુખ તેની પાસે ગયો હતો અને કોઈ વાતથી નારાજ થયો હોય તેમ લાગતું હતું. તે તેની સાથે મોટેથી વાત કરી રહ્યો હતો અને બાદમાં ત્યાંથી જવા લાગ્યો હતો. બીજી તરફ ગૌરી પણ તેને જવાબ આપતી અને બાદમાં તેને અટકાવતી જાેવા મળી હતી. શાહરુખ અને ગૌરી વચ્ચે દલીલ જ થઈ હોવાનું સોશિયલ મીડિયા યૂઝર્સું કહેવું હતું.

એક યૂઝરે એક્ટર માટે લખ્યું હતું કે ‘તે ખરાબ માણસ છે’ તો એક યૂઝરે લખ્યું હતું ‘જેન્ટલમેન જાહેરમાં પોતાની પત્ની સાથે ઝઘડી રહ્યો છે’, એકે લખ્યું હતું ‘તને શરમ આવવી જાેઈએ શાહરુખ’. તો કપલના ફેને તેમનો પક્ષ લેતા લખ્યું હતું ‘ભલે તેઓ દલીલ કરી રહ્યા હોય તેમ લાગતું હોય, પરંતુ તે ક્યૂટ છે!!.

૨૦૦૬માં ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન’માં સાથે કામ કરતી વખતે શાહરુખ ખાન પ્રિયંકા ચોપરાની ક્લોઝ આવ્યો હોવાની ખબર વાયુવેગે પ્રસરી હતી. આ સમયે એક્ટર પરિણીત હતો અને બે બાળકોનો પિતા પણ હતો. તે સમયે તેવા રિપોર્ટ્‌સ હતા કે, પોતાનો ઘરસંસાર બચાવવા માટે ગૌરી ખાને પતિને હવેથી પ્રિયંકા સાથે કામ ન કરવાની ધમકી આપી હતી.

આટલું જ નહીં તેના BFF કરણ જાેહર તેમજ તેની ગેંગના સભ્યોએ પણ તેને બોયકોટ કરી હતી. જે બાદથી એક્ટ્રેસને બોલિવુડમાં ન માત્ર ફિલ્મ પરંતુ જાહેરાત મળવાનું પણ બંધ થઈ ગયું હતું. જે બાદથી આજ સુધી તેમણે ક્યારેય પણ સ્ક્રીન શેર કરી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.