Western Times News

Gujarati News

ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર યુવતીનો ઉધડો લીધો

મુંબઈ., બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફિલ્મો કરતાં વધારે તેના ક્રિકેટર ઋષભ પંત સાથેના કથિત અફેરના કારણે ચર્ચામાં રહે છે. ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા બંને વચ્ચે થોડા મહિના પહેલા થયેલું સોશિયલ મીડિયા વૉર તો યાદ જ હશે.

ત્યારથી બંને એકબીજાથી ખૂબ ચીડાય છે અને એકબીજા વિશે વાત કરવાનું પણ ટાળે છે. પરંતુ ઋષભ પંતને લઈને એવું કંઈક થઈ જાય છે કે ઉર્વશી ટ્રોલર્સના નિશાને આવી જાય છે.

અનિચ્છા છતાં તેને ક્રિકેટ પર કોમેન્ટ કરવી પડે છે. હાલમાં જ IPL ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ દરમિયાન ક્રિકેટર ઋષભ પંત સ્ટેડિયમમાં જાેવા મળ્યો હતો. કાર એક્સિડન્ટ બાદ પહેલીવાર ઋષભ જાહેરમાં દેખાયો હતો. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક યુવતીનો ફોટો વાયરલ થયો છે. તેના હાથમાં એક પ્લાકાર્ડ છે જેના પર લખેલું છે કે, “થેન્ક ગોડ ઉર્વશી રૌતેલા અહીં નથી.”

આ જાેઈને ઉર્વશીએ પ્રતિક્રિયા આપી છે. ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક યુવતીની તસવીર શેર કરી છે. ક્રિકેટ સ્ટેડિયમમાં પ્લાકાર્ડ લઈને ઊભેલી યુવતીની તસવીર શેર કરતાં નારાજગી વ્યક્ત કરી છે.

તેણે લખ્યું, “જીવનની પીડામાંથી મુક્ત થવા માટે પોતાના જ જીવનના દર્શક બની જવું જાેઈએ.” ઉર્વશીની આ કોમેન્ટ જાેતાં સ્પષ્ટ થાય છે કે, તે આ પ્લાકાર્ડ જાેઈને કેટલી નારાજ થઈ હશે.

ઉર્વશી રૌતેાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ આ તસવીર શેર કરી હતી. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું ‘શા માટે?’ આ તસવીરમાં યુવતીની અડધી તસવીરની ઉપર ઋષભ પંત સ્ટેડિયમમાં આવ્યો તે સમયની તેની તસવીર કપાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઉર્વશીએ આ ફોટો શેર કરતાં કેટલાય લોકોએ કહ્યું કે, તે ધ્યાન ખેંચવા માટે આવા ગતકડાં કરી રહી છે.

વળી કેટલાક લોકોએ ઉર્વશીનો બચાવ કરતાં કહ્યું કે, તેણે પણ વિવિધ મંચ થકી આંતરરાષ્ટ્રીય ફલક પર દેશને ગૌરવ અપાવ્યું છે. લાગી રહ્યું છે કે, ઉર્વશી રૌતેલાનું ક્રિકેટરો સાથે ખાસ કનેક્શન છે.

આ પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ લગ્નનો પ્રસ્તાવ મૂકતો જાેઈ શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં નસીમ શાહ ઉર્વશી વિશે વાત કરતો જાેઈ શકાય છે. કથિત રીતે નસીમે કહ્યું હતું કે, જ્યારે દુલ્હન લગ્ન માટે હા પાડશે ત્યારે તે લગ્ન કરી લેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.