Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બાબરીયાધારની નદીમાં પુર આવ્યું -ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો

અમરેલીમાં સતત છઠ્ઠા દિવસે માવઠાથી લોકો ભારે ત્રસ્ત થયા

અમરેલી,  અમરેલી જિલ્લાના ધારી તેમજ ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. આજે અમરેલી જિલ્લાના ધારી, તેમજ ગીર પથંકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

તો ગોપાલ ગ્રામ, ચલાલા , મીઠાપુર, ખીચા, સરસિયા, સાવરકુંડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે પણ અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું હતું અને તેના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો હતો.

જેમાં જી.આર.ડી જવાનો દ્વારા ૫ માણસોને નદી માંથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. જયારે બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં ૩ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જાેવા મળી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers