Western Times News

Gujarati News

ડુંગળી બાદ હવે તુવેર દાળનો ભાવ પણ આસમાને

નવી દિલ્હી,  ડુંગળીના આસમાને પહોંચેલા ભાવથી બેહાલ થયેલા લોકો પર ટૂંક સમયમાં મોંઘવારીનો બીજો મોટો ઘા વાગવા જઈ રહ્યો છે. દેશના મોટા મહાનગરો- દિલ્હી, કોલકાતા અને ચેન્નઈમાં ડુંગળીના ભાવ ૧૦૦થી ૧૨૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે જો માર્કેટમાં ડુંગળીની સપ્લાય નહીં વધે તો ભાવો આનાથી પણ વધી શકે છે. બીજી તરફ, દિલ્હીમાં તુવેર દાળ ૯૮ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે. સરકારે તુવેર દાળની આયાતનો ૪ લાખ કાટા નક્કી કર્યો છે. જોકે, વેપારીઓએ હજુ સુધી ૨.૧૫ લાખ ટન જ આયાત કરી છે. એવામાં સરકાર ડેડલાઇન ૩૧ ડિસેમ્બર સુધી વધારવાની તૈયારી કરી રહી છે. મૂળે, સરકારે પહેલા તમામ વેપારીઓને આદેશ આપતાં વિદેશોથી ખરીદેલી દાળને આૅક્ટોબર મહિનામાં જ ભારત લાવવાના નિર્દેશ આપી દીધા હતા. પરંતુ હવે આ તારીખને આગળ વધારીને ૧૫ નવેમ્બર ૨૦૧૯ કરી દીધી હતી. જોકે, વેપારીઓની માંગ તારીખને વધારીને ૩૧ ડિસેમ્બર સુધી કરવાની કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.