Western Times News

Gujarati News

ખાદ્યતેલના ભાવમાં થશે મોટો ઘટાડો, ગૃહિણીઓને રાહત

અમદાવાદ, સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘા કુકિંગ ઓઈલમાંથી રાહત મળવાની છે. હકીકતમાં કેન્દ્ર સરકારે ક્રૂડ સોયાબીન ઓઈલ અને ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી છે. સરકારના આ ર્નિણયને કારણે સોયાબીન અને સૂર્યમુખી તેલના ભાવમાં ઘટાડો થશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક વર્ષમાં કાચી ઘામી તેલમાં ૩૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. રિફાઈન્ડ સોયા ઓઈલના ભાવમાં ૪૩ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ જાે સૂર્યમુખી તેલની વાત કરીએ તો તેમાં ૪૬ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે.

પામ ઓઈલના ભાવમાં પણ ૪૩ ટકાનો ઘટાડો થયો છે. પામ અને આરબીડીની સસ્તી આયાત ચાલુ છે. ૨૨ નવેમ્બરથી માર્ચ વચ્ચે તેલની આયાતમાં ૨૨ ટકાનો વધારો થયો છે. જ્યારે ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચ મહિનામાં ૮ ટકાનો વધારો થયો છે. પામ ઓઈલની આયાતની વાત કરીએ તો તેમાં ૨૪ ટકાનો વધારો થયો છે જ્યારે સોયાબીન તેલની આયાતમાં ૨૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. મોપાના જાેઈન્ટ સેક્રેટરી અનિલ છત્તર માત્ર સરકાર જ સરસવની ખરીદી કરી રહી છે.

દેશની ૪૦ ટકા ઓઈલ મિલો બંધ થઈ ગઈ છે. NCDEX પર સરસવના વાયદાનો વેપાર બંધ છે. જેના કારણે હેજિંગ થઈ શકતું નથી. નોંધનીય છે કે સરસવનું વેચાણ MSP કરતા ઓછા ભાવે થઈ રહ્યું છે. સરકાર દ્વારા ખરીદી બાદ પણ સરસવના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો છે. હાલમાં સરકોની MSP ૫૪૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. જ્યારે જથ્થાબંધ બજારમાં તેની કિંમત ૫૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી નીચે પહોંચી ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.