Western Times News

Gujarati News

ફિલ્મી ઢબે દારૂ ભરેલી કાર પૂરઝડપે હંકારી પોલીસ વાહનને મારી ટક્કર

દહેગામ બાયડ હાઇવે પર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂના ખેપિયાએ પોલીસ વાહનને ટક્કર મારી ભાગી જવાની કોશિષમાં નિષ્ફળ, પોલીસે દારૂ સાથે ખેપિયાને દબોચ્યો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના આંબલિયારા પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂની ખેપ મારતા એક બુટલેગરની સિયાઝ કારને રોકવા જતાં બુટલેગરે આંબલિયારા પોલીસની ગાડીને ટક્કર મારી નુકશાન પહોંચાડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

વધુ પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તાલુકાના આંબલીયારા પોલીસની હદમાં બાતમીને આધારે આંબલીયારા પોલીસ દહેગામ બાયડ હાઇવે પર આંબલીયારા માજુમ નદીના પુલ નજીક નાકાબંધી કરી ચેકીંગ ચાલુ હતું એ દરમિયાન દહેગામ તરફથી આવી રહેલ મારુતિ સુઝુકી સીયાઝ કારે નાકાબંધી કરવા સારું ઉભી રાખેલી પોલીસની ગાડીને આગળના ભાગે ખાલી સાઈડ ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ ટક્કર વાગવાથી સિયાઝ કાર બંધ પડી જતાં ચાલક પોલીસના હાથે પકડાઈ ગયો હતો પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની જુદીજુદી બ્રાન્ડની બોટલો નંગ. ૧૧૮૮ મળી આવી હતી .

જેની કિ. રૂ. ૧,૨૮,૪૦૦/- તેમજ મારુતિ સુઝુકી સીયાઝ ગાડી ની કિં.રૂ ૫,૦૦, ૦૦૦મળી કુલ કિ.રૂ ૬,૨૮, ૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક દિનેશ હાજારામજી આહારી (ઉ.વ ૨૮,રહે.ગોડી બર ના,તા. રિષભદેવ, જી. ઉદયપુર(રાજસ્થાન) ને પકડી પાડી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત સર્જનાર કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અને પોલીસે પ્રતિબંધિત વિસ્તારમાં વિદેશી દારૂ લાવવો, પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી નાકાબંધી માં ઉભેલ સરકારી વાહનને ટક્કર મારી નુકશાન કરવા સહિતના ગુન્હો કરનારને વિદેશી દારૂની બોટલો સાથે કાર ચાલકને ઝડપી

પાડી વધુ કાર્યવાહી હાથ ધરી પોલીસને કારમાંથી ૧,૨૮,૪૦૦નો દારૂ મળી આવ્યો હતો. જ્યારે મારુતિ કારની કિંમત ૫,૦૦, ૦૦૦મળી કુલ ૬,૨૮, ૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.