Western Times News

Gujarati News

ઘાટલોડિયામાં સરકારની માલિકીની આશરે ૧૫ કરોડની જમીન પરથી દબાણ હટાવાયાં

પ્રતિકાત્મક

સિટી મામલતદાર, ઘાટલોડિયા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મોજે ઘાટલોડિયા, તા. ઘાટલોડિયાના રેવન્યૂ સર્વે નં.૫૨, ૫૫, ૫૭, ૫૮, ૬૨ અને ૯૯વાળી સરકારી ગૌચરણની જમીનનો મૂળ ખંડ નં.૫૩, ૬૦ અને ૯૪ આપી એફ.પી.૯૭, ૯૯, ૧૦૬,૧૯૫, ૨૦૮, ૫૫, ૮૪, ૧૦૭ તથા

૨૪૮ ફાળવેલ જે પૈકીના એફ.પી.નં.૨૦૮ની ૧૮૯૯ ચો.મી. જમીન પર આશરે ૫(પાંચ) જેટલા વાણિજયકનું અનઅધિકૃત બાંધકામ કરી દબાણ કરેલ. જે બાબત તલાટીશ્રી ઘાટલોડીયાએ અત્રેની કચેરીએ રિપોર્ટ કરતાં ઉપરોક્ત બાબત અત્રેના ધ્યાનમાં આવેલ. જિલ્લા કલેકટરશ્રી,

અમદાવાદના તા.૨૬/૦૫/૨૦૨૩ના હુકમથી સદર સરકારી માલિકીની જમીનનો કબજો તાત્કાલિક સરકાર હસ્તક લેવા માટે જણાવેલ. જે હુકમની દબાણદારોને તલાટીશ્રી ઘાટલોડિયા દ્વારા રૂબરૂમાં જાણ કરેલ. તેમજ દબાણદારોને તા.૩૧/૦૫/૨૦૨૩ના પત્રથી તા.૦૨/૦૬/૨૦૨૩ના રોજ દબાણ દૂર કરવામાં આવશે જે અંગેની જાણ કરેલ.

આમ, ઉપરોકત જણાવ્યા મુજબની તમામ કાર્યવાહી કરવા છતાં તેઓ દ્વારા સરકારી જમીન પરના અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવેલ ન હોઈ તા. ૦૨/૦૭/૨૦૨૩ના રોજ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે મે.જિલ્લા કલેકટરશ્રી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોજે ઘાટલોડિયા,

તા. ઘાટલોડિયાના સર્વે નં.૫૨, ૫૫, ટી.પી.૧ના એફ.પી.નં.૨૦૮વાળી ૧૮૯૯ ચો.મી. અનઅધિકૃત દબાણ સરકારશ્રીની માલિકીની આશરે ૧૫ કરોડની કીમતી અને મોકાની જગ્યા આજરોજ તા.૦૨/૦૬/૨૦૨૩એ ખુલ્લી કરી સરકાર હસ્તક કબજો સંભાળી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.