Western Times News

Gujarati News

જાપાનમાં સતત ૭ વર્ષથી જન્મદરમાં ઘટાડો નોંધાયો

નવી દિલ્હી, જાપાન એક એવો દેશ છે જેને દુનિયામાં પોતાની આગવી છાપ છોડી દીધી છે. ફિલ્મો અને કથિત કિસ્સાઓ પરથી તેમની છાપ મહેનતી દેશમાં પડી છે. તેવામાં અહીં બાળકોથી લઈ વૃદ્ધો શિસ્તમાં રહે છે અને શાંતિપ્રિય દેશ હોવાની સાથે સતત વિકાસ કરવાના પ્રયત્નો કરતો રહે છે.

આ પ્રમાણે લોકોમાં Perception છે, ઘણીવાર જે ધારણા હોય અને હકિકત હોય તેમાં ફરક હોય છે. પરંતુ જાપાનનાં કિસ્સામાં એવું નથી. તેની ઈકોનોમી પર જ નજર કરી લો… જાપાન દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા છે. અહીં વિશ્વમાં સૌથી વધુ લાઈફ એક્સપેક્ટેન્સી, ઓછી હત્યાઓ, સૌથી પાવરફુલ પાસપોર્ટ સહિતના પોઝિટિવ પોઈન્ટ્‌સ છે.

પરંતુ ધીમે-ધીમે કેમ જાપાનની અર્થવ્યવસ્થા સામે સંકટ ઉભા થયા છે, તથા કપલ બાળકો લાવવાનું પસંદ ન કરતા તથા સતત જન્મદરમાં ઘટાડો આવતા દેશ સામે કેવા સવાલો ઉઠ્‌યા છે. વર્ષ ૨૦૨૩ની શરૂઆતમાં જ જાપાનના PM ફુમિયો કિશિદાએ કેમ એવું કહેવું પડ્યું કે Now or Never. જાપાનમાં છેલ્લા ૭ વર્ષથી સતત જન્મદર ઘટતો જઈ રહ્યો છે અને બીજી બાજુ ૬૦થી વધુ વર્ષની ઉંમરના લોકોની સંખ્યા વધી રહી છે. તેવામાં વર્ષ ૨૦૨૨માં પણ જન્મદર ઘટ્યો હોવાની માહિતી મળી રહી છે.

આના કારણે જાપાનના હેલ્થ મિનિસ્ટરે દેશમાં જન્મદર ઘટવાની કટોકટી સમાન જણાવ્યું છે. એટલું જ નહીં જાપાનના પ્રજનન દર પર નજર કરીએ તો એક સ્ત્રીના જીવનકાળમાં જન્મેલા બાળકોની સરેરાશ સંખ્યા ૧.૨૫૬૫ નોંધવામાં આવી છે. જ્યારે ડેટા પર નજર રીએ તો વર્ષ ૨૦૦૫માં આ ૧.૨૬૦૧ હતી જે સતત ઘટતી જાય છે. જાે દેશને એક સ્ટેબલ પોપ્યુલેશન કંટ્રોલ કરવી હશે તો આ આંકડો ૨.૦૭ને આસપાસ હોવો જાેઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.