Western Times News

Gujarati News

ગુજરાતમાં ચાલતા ISISના ષડ્યંત્રનો પર્દાફાશઃ પોરબંદરથી 4 ઝડપાયા

આઈ.જી. દિપન ભદ્રનની ટીમનું સફળ ઓપરેશનઃ દરિયામાં ડ્રગ્સનો મોટો જથ્થો પણ લોકેટ થયો છે

પોરબંદર, ગુજરાત પોલીસની એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (ATS) એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે કથિત કડીઓ ધરાવતા ચાર લોકોની અટકાયત કરી છે, જ્યારે પાંચમો જે સભ્ય ફરાર છે, તેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે પુષ્ટિ કરી હતી. આરોપીઓની ઓળખ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શાલ અને શ્રીનગરના સૌરાના મોહમ્મદ હાજીમ શાહ તરીકે કરવામાં આવી હતી; અને સુરતના સૈયદપુરાના સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક પણ શામેલ છે.

ગુજરાતમાં સક્રિય ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો છે અને આ ષડ્યંત્ર હેઠળ આતંકી સાઠગાંઠ ધરાવતા ચાર આરોપીઓને આઈ.જી. દિપન ભદ્રનની ટીમે દબોચી લીધા છે. આ તમામનું આતંકી સાઠગાંઠ અને પાકિસ્તાન સાથે કનેક્શન પણ બહાર આવ્યું છે.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ વચ્ચે મળતા અહેવાલો મુજબ દરિયામાં ડ્રગ્સનો મોટો જથ્થો પણ લોકેટ થયો છે. દબોચી લેવાયેલ ચાર આરોપીઓમાં એક મહિલા પણ હોવાનું બહાર આવ્યું છે અને બપોરે પોલીસ કે એટીએસ આ અંગે સત્તાવાર માહિતી આપી શકે છે.

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પોરબંદરમાંથી સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એટીએસ દ્વારા ચાર લોકોને દબોચી લેવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ આઈએસઆઈએસના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાઠગાંઠ હોવાનું ખુલ્યું છે. આ અંગેની કાર્યવાહી કરવા માટે આઈજી દિપન ભદ્રન સહિતનો કાફલો ગઈકાલે જ પોરબંદર પહોંચ્યો હતો. પોરબંદર પહોંચીને ગુજરાત એટીએસએ કાલે જ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

રથયાત્રા પહેલા ગુજરાત ATSએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. પોરબંદરમાંથી ૩ અને સુરતમાંથી એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. મહિલા પાસેથી ચાર મોબાઈલ સહિત અન્ય ડિજિટલ ડિવાઈસ કબ્જે કર્યા છે. પકડાયેલા તમામ આરોપીઓનું પાકિસ્તાન કનેકશન બહાર આવ્યું છે.

તમામ પકડાયેલા આોરપીઓ ગુજરાતની માહિતી ISIS સુધી પહોંચાડતા હતાં. ગુજરાત ઉપરાંત દિલ્હી અને કાશ્મીરમાં પણ તમામ હાથ ધરાવામાં આવી રહી છે. ISISના મોડ્યુલ પર આ સંગઠન કામ કરતું હતું. આરોપીઓ સોશ્યલ મીડિયા દ્વારા યુવાનોને કટ્ટર બનાવાનું કામ કરતા હતાં.

પોરબંદરમાં ગુજરાત એટીએસએ ગઈકાલથી ધામા નાખ્યા છે. ગુપ્ત ઓપરેશનમાં આઈજી સહિતના અધિકારીઓ આવ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એસઓજી ઓફિસે અધિકારીઓની ગાડીનો કાફલો પહોંચ્યો હતો, જ્યાંથી એટીએસએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. એટીએસએ પોરબંદરમાંથી જે ૪ શખ્સની ધરપકડ કરી છે. તેઓ આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતા હોવાનું ખુલ્યું છે.

એટીએસની વિશેષ ટીમ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ ઓપરેશન માટે સક્રિય હતી. ત્યારે એટીએસ દ્વારા આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર વિદેશી નાગરિક સાથે સંકળાયેલી તમામ સ્થાનિક વ્યક્તિઓ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. આજે એટીએસ અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે કરી જાહેરાત કરી શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા એટીએસની ટીમે દ્વારકાના દરિયામાં તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ગઈકાલે વહેલી સવારથી એટીએસની ટીમે પોરબંદરમાં ધામા નાખી દરિયો ખૂંદી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એટીએસની ટીમે ડ્રગ્સનો મોટો જથ્થો લોકેટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બપોરે આ અંગે સત્તાવાર અને વિગતવાર માહિતી આપી શકે છે.

પોરબંદરથી દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન જવાના હતા

ઝડપાયેલા ચાર આરોપીઓ, જેમાં શ્રીનગરના ઉબેદ નાસિર અહમદ મોહમ્મદ હાજી શાહ અને ઝુબેર અહમદ મુનસી (શ્રીનગર) તથા સુરતના સુબેરાબાનુનું નામ પણ બહાર આવ્યું છે. આઈએસકેપી સાથે સંકળાયેલા આ ચારેય આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. અને યુએપીએ હેઠળ એફઆઈઆર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.