Western Times News

Gujarati News

NSE IXએ ગિફ્ટ નિફ્ટીની નવી બ્રાન્ડ ઓળખનું ગાંધીનગરમાં અનાવરણ કર્યું

NSE IXએ ગિફ્ટ નિફ્ટી માટે નવી ઓળખ જાહેર કરી-ભારતીય નાણાંકીય ક્ષેત્રમાં પરિવર્તનના નવા યુગનો પ્રારંભ

NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જે (NSE IX) આજે ગિફ્ટ નિફ્ટીની નવી બ્રાન્ડ ઓળખનું અનાવરણ કર્યું હતું જે ​​3 જુલાઇ, 2023થી એસજીએક્સ નિફ્ટીમાંથી ગિફ્ટ નિફ્ટીમાં સંપૂર્ણ સંક્રમણનો એક ભાગ છે. NSE International Exchange unveils a New Identity for Gift Nifty

ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ, અનેરી તક અને નવા ગિફ્ટ સિટી ખાતે NSE IX દ્વારા નિફ્ટી પ્રોડક્ટ્સની એક્સેસ કરવા માટે ભારતની વિકાસ ગાથામાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નવી દિશા પૂરી પાડશે. ગિફ્ટ નિફ્ટીનો નવો દેખાવ ફ્લેગશિપ ઇન્ડેક્સ NIFTY 50 સાથે સંરેખિત છે, જે ભારતીય ઇક્વિટી બજારોની ગ્રોથ સ્ટોરી દર્શાવે છે.

નવા લોગોનું અનાવરણ 3 જુલાઈ, 2023થી પ્રારંભ થનારી NSE IX-એસજીએક્સ કનેક્ટની પૂર્ણ કક્ષાની કામગીરીની તાજેતરની જાહેરાતને અનુસરે છે. NSE IX અને એસજીએક્સ વચ્ચેની આ વ્યૂહાત્મક પહેલ, એસજીએક્સ સભ્યોના ગિફ્ટ નિફ્ટી ઓર્ડરને એસજીએક્સ ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ થકી ક્લિયરિંગ અને સેટલમેન્ટથી ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે એનએસઈ આઈએફએસસી પર લઈ જવા માટે સક્ષમ બનાવે છે.

શરૂઆતમાં બજારના સહભાગીઓ NSE IX પર ગિફ્ટ નિફ્ટી 50, ગિફ્ટ નિફ્ટી બેન્ક, ગિફ્ટ નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ગિફ્ટ નિફ્ટી આઇટી ડેરિવેટિવ કોન્ટ્રેક્ટને એક્સેસ કરી શકે છે અને ધીમે ધીમે અન્ય સૂચકાંકો ગિફ્ટ નિફ્ટી સ્યુટ હેઠળ બહાર પાડવામાં આવશે.

આ કોન્ટ્રાક્ટ લગભગ 21 કલાક માટે એક્સેસ કરી શકાય છે, જે એશિયા, યુરોપ અને યુએસ ટ્રેડિંગ કલાકોને ઓવરલેપ કરે છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના નિયમનકારી માળખા હેઠળ NSE IX ખાતે યુએસ ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝને એક્સેસ કરવા માટે લિક્વિડિટી અને સ્થળનો સિંગલ પૂલ ઓફર કરે છે.

વધુમાં, NSE IX એ વૈશ્વિક મૂડી બજારના ક્ષેત્રે અગ્રેસર બનવાની એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જની મહત્વાકાંક્ષા અને વિઝનને દર્શાવવા એનએસઈની સાથે વિશિષ્ટપણે ડિઝાઈન કરાયેલી IXને વિકસાવતી તેની નવી કોર્પોરેટ બ્રાન્ડ ઓળખનું પણ અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે ટિપ્પણી કરતાં આઈએફએસસીએના ચેરપર્સન શ્રી ઇંજેતી શ્રીનિવાસે જણાવ્યું હતું કે “આઈએફએસસીએ આંતરરાષ્ટ્રીય નાણાંકીય સર્વિસીઝની ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ જરૂરિયાતો માટે આઈએફએસસીને વૈશ્વિક ગેટવે તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. ભારતની ગ્રોથ સ્ટોરીમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વધતા પ્રભાવને જોતાં ગિફ્ટ નિફ્ટી ભારતીય ઇક્વિટીના વ્યાપક પ્રતિનિધિત્વને એક્સેસ કરવા માટે ઉત્પ્રેરક ભૂમિકા ભજવે છે. NSE IX ને ગિફ્ટ નિફ્ટીની બ્રાંડ ઓળખ અને કોર્પોરેટ ઓળખનું અનાવરણ સંપૂર્ણ બનાવે છે.”

એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, “ગિફ્ટ નિફ્ટીની નવી ઓળખ ગિફ્ટ સિટી ખાતે એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ થકી નિફ્ટી પ્રોડક્ટ્સ એક્સેસ કરવા ભારતની ગ્રોથ સ્ટોરીમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને અનન્ય તક અને નવી દિશા બતાવે છે.

આનાથી અમે 3 જુલાઈ, 2023થી એસજીએક્સ નિફ્ટીમાંથી ગિફ્ટ નિફ્ટીમાં પૂર્ણ-કક્ષાના સંક્રમણની એક કદમ નજીક પહોંચ્યા છે. ગિફ્ટ નિફ્ટી વિશ્વના સૌથી મોટા ટ્રેડેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે પ્રાઇસ સેટર બનવા ગિફ્ટ સિટી માટે માનનીય વડાપ્રધાનના વિઝનને હાંસલ કરવામાં ઉત્પ્રેરક બનશે.”

NSE IXના એમડી અને સીઈઓ શ્રી વી. બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે “ગિફ્ટ નિફ્ટી દ્વારા વૈશ્વિક રોકાણકારો  એક જ સ્થળેથી યુએસ ડોલરમાં નિફ્ટી ડેરિવેટિવ્ઝના ટ્રેડિંગ કરી શકે છે. ગિફ્ટ સિટીના ફાઈનાન્શિયલ લેન્ડસ્કેપના પરિવર્તનની શરૂઆત કરવા અને તેને ખરેખર ગ્લોબલ આઈએફએસસી બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

NSE IX એ તેની નવી કોર્પોરેટ બ્રાન્ડ ઓળખનું પણ અનાવરણ કર્યું છે જે વૈશ્વિક મૂડી બજારના ક્ષેત્રે અગ્રણી બનવાની એનએસઈ ઇન્ટરનેશનલ એક્સચેન્જની મહત્વાકાંક્ષા અને દૂરંદેશીપણાને દર્શાવે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.