Western Times News

Gujarati News

અગાઉના સીરીઝમાં બાકી રહેલ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરૂ થશે.

hsrp-numberplate

પ્રતિકાત્મક

પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૧ જુલાઈ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી ૩ જુલાઈ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.

અગાઉની સીરિઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન માટે શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવી http://vahan.parivahan.gov.in/fancy

આગામી તા. ૧ જુલાઈ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૩ જુલાઈ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૩ જુલાઈ ૨૦૨૩ બપોરે ૦૪.૦૦ કલાક પછીથી તા. ૫ જુલાઈ ૨૦૨૩ બપોર ૦૪.૦૦ કલાક સુધી ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે.

ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://vahan.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બેમાંથી જે વહેલું હશે તે તારીખથી સાત દિવસમાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમનાં નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

અસફળ અરજદારને રીફંડ હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાનાં હોવાથી જે રીતે ચૂકવાનું કર્યું હોય તે જ Modeથી અરજદારના તે જ ખાતામાં નાણાં પરત કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.