Western Times News

Gujarati News

“H1B વિઝા રિન્યુઅલ USAમાં જ થઈ શકે છે- ભારત આવવાની જરૂર નથી”: PM મોદી

એક ભારતીય વાણિજ્ય દૂતાવાસ સિએટલમાં અને બે અન્ય US શહેરોમાં ખોલવામાં આવશે.

દર વર્ષે મોટી સંખ્યામાં ભારતમાંથી IT અને અન્ય ફિલ્ડના પ્રોફેશનલ અમેરિકા નોકરી અર્થે જાય છે. આ માટે US તરફથી H1B વિઝા આપવામાં આવે છે. જે સામાન્ય રીતે ત્રણ વર્ષના હોય છે. જે અમેરિકાની કંપની દ્વારા US Consulateમાં મોકલવામાં આવે છે.  “H1B Visa Renewal Can Be Done in US Itself” PM Modi in Address to Indian Diaspora

આ ઉપરાંત દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા માટે જાય છે. સ્ટુડન્ટ વિઝા 5 વર્ષ માટે મળે છે. જેમાં બે વર્ષ માસ્ટર્સ કરવામાં જાય છે અને ત્રણ વર્ષ અમેરિકામાં વર્ક એક્સપીરીયન્સ માટે મળે છે. ત્યારબાદ જો કોઈ કંપની વિદ્યાર્થીને નોકરી પર રાખે અને તેના માટે  H1B વિઝાની પ્રોસેસ કરી શકે છે.

યુએસએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને રેકોર્ડ 125,000 વિઝા (F1 Category Visa) આપ્યા હતા. વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે જ 20 ટકાના વધારા સાથે ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા માટે આવ્યા હતા.

ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહત આપતા વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે ભારતીય પ્રોફેશનલ્સ વિદેશમાં મુસાફરી કર્યા વિના તેમના વર્ક વિઝા રિન્યૂ કરી શકે છે. ‘હવે નક્કી કરવામાં આવ્યું છે કે H1B વિઝા રિન્યુઅલ યુએસમાં જ થઈ શકે છે.

એક ભારતીય વાણિજ્ય દૂતાવાસ સિએટલમાં (Indian Consulate in Seattle-Washington State USA) અને બે અન્ય યુએસ શહેરોમાં ખોલવામાં આવશે. અમેરિકાના નવા વાણિજ્ય દૂતાવાસ બેંગલુરુ અને અમદાવાદમાં (US Consulate in Bengalure and Ahmedabad) ખોલવામાં આવશે,’ પીએમ મોદીએ વોશિંગ્ટન ડીસીમાં (WashingtonDC) રોનાલ્ડ રીગન સેન્ટર ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધન દરમિયાન જણાવ્યું હતું.

આ દરમિયાન લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ પછી અવૉર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેને ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન…’ ગાયું હતું. આ પછી મિલબેને PM મોદીનાં ચરણ સ્પર્શ કર્યાં હતાં.

પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લા 3 દિવસમાં મેં જો બાઈડન સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરી. હું અનુભવથી કહું છું કે બાઈડન એક અનુભવી પીઢ નેતા છે. હવે અમેરિકામાં જ H-1B વિઝા રિન્યૂ થશે. આ માટે તમારે બહાર જવાની જરૂર નથી. જેમ જમ્યા પછી સ્વીટ ડિશ મળે છે એવી જ રીતે તમારી સાથે વાતચીત એક સ્વીટ ડિશ જેવી રહી, જે હું આરોગીને જઈ રહ્યો છું.

ભારતમાં જે પ્રગતિ થઈ રહી છે એનું સૌથી મોટું કારણ ભારતનો આત્મવિશ્વાસ છે, ભારતના લોકોનો આત્મવિશ્વાસ છે. સેંકડો વર્ષની ગુલામીએ આપણી પાસેથી આ આત્મવિશ્વાસ છીનવી લીધો હતો. હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે તમારે H-1B વિઝા રિન્યૂ કરાવવા માટે અમેરિકાની બહાર જવું પડશે નહીં. હવે આ વિઝા અમેરિકામાં રહીને રિન્યૂ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.