Western Times News

Gujarati News

અતુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

વલસાડ, અતુલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વલસાડ વિધાનસભા અને અતુલ ગ્રામપંચાયત નાં સહયોગમાં ગુજરાત સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અતુલ ગ્રામપંચાયત હોલમાં

યોગ કોચ દક્ષાબેન અને યોગ ટ્રેનર રણજીતભાઈનાં માર્ગદર્શનમાં કરવામાં આવી.જેમાં ભાજપનાં અગ્રણીઓ, અતુલનાં ગ્રામજનો અને અતુલ કંપનીનાં કર્મચારીઓ તેમજ આજુબાજુનાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

યોગ દિવસની ઉજવણીની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. ગામનાં સરપંચ વિક્રમભાઈ દ્વારા યોગ કોચ દક્ષાબેન અને રણજીતભાઈ તેમજ અન્ય મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.