Western Times News

Gujarati News

કોંગ્રેસમાં કેટલાક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાથી નારાજ

કોંગ્રેસનું એક જૂથ માને છે કે, રાજ્યસભામાં ભલે હાર થાય પણ ઉમેદવાર ઉભો રાખવો જાેઈએ

રાજયસભાની ચુંટણી લડવી કે કેમ? કોગ્રેસમાં અંદરો અંદર ભાગલા પડયા

(એજન્સી)અમદાવાદ, રાજયસભાની ચુંટણીમાં ઉમેદવાર મેદાનમાં ઉતારવો કે કેમ તેને લઈ કોગ્રેસમાં અંદરો અંદર ભાગલા પડયા છે. એક જુથ કહે છે કે, ભાજપ બિનહરીફ જીતે તેના કરતાં ચુંટણી થવી જાેઈએ. કોગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરવી જાેઈએ.,

જાેકે કોગ્રેસ પક્ષનો બીજાે જુથ માને છે. કે, હું તું ને રતનીયો જેવી કોગ્રેસના ધારાસભ્યોથી સભ્યય સંખ્યા છે. ઉમેદવારો ઉતારો હોય હારવાના તો છે જ આબરૂ કાઢવી એના કરતાં તો ચુંટણી જ ન લડવી જાેઈએ આમ અંદરો અંદરના કોગ્રેસના જુથોમાં રાજયસભાની ચુંટણીને લઈ ભાગલા પાડયા છે.

ગુજરાત વિધાનસભાની છેલ્લી ચુંટણીમાં કોગ્રેસની અતૈહાસિક કારમી હાર થઈ છે. કોગ્રેસ પાસે માંડ ૧૭ ધારાસભ્યો છે. એમાંય કેટલાક તો વિધાનસભા કોગ્રેસ પક્ષના નેતા અમીત ચાવડાથી નારાજ ચાલી રહયા છે. આ નારાજ ધારાસભ્યો આગામી સમયમાં ભાજપનાં કેસરીયો ખેસ ધારણ કરે તેવી ભીતી સેવાઈ રહી છે.

કોગ્રેસના એક જુથનું માનવું છે. કે રાજયસભામાં ભલે હાર થાય પણ કોગ્રેસ ઉમેદવાર જાહેર કરવો જાેઈએ અને ચુંટણી લડવીી જાેઈએ. આઅમ આદમી પાર્ટીના ધારાસભ્યો સપોર્ટ કરે કે પછી મતદાન પ્રક્રિયાથી અળગા રહેવાનો રોલ ભજવે છે. તે પણ ખ્યાલ આવી શકે એટલું જ નહીખુદ કોગ્રેસ પક્ષના ધારાસભ્ય અગાઉ રાજયસભાની ચુંટણીમા ક્રોસ વોટીગ કરી ચુકયા છે.

આ ચુંટણીમાં ભાજપને ભલે કોગ્રેસના ધારાસભ્યના મતની જરૂર નથી પણ અમીત ચાવડાથી નારાજ છે. ધારાસભ્યો પક્ષપલ્ટી કરવાની ફીરાકમાં છે તે ક્રોસ વોટીગ કરે છે. કેમ તે પણ ખ્યાલ આવી શકે તેમ છે. અન્ય જુથના કહેવા પ્રમાણે જીતવાના ન હોય તેવી સ્થિતીીમાં શું કામ ચુંટણી લડવી ?

આબરૂ કાઢવાનો કોઈ મતલબ ખરો ? એકંદરે ગુજરાત કોગ્રેસ દિલ્હી સ્થિત હાઈકમાન્ડનું માર્ગદર્શન મેળવીને આ ચુંટણીમાં શું કરવું તેનો નિર્ણય કરશે તેમ કોગ્રેસના સુત્રો કહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.