Western Times News

Gujarati News

ધારપુર હોસ્પિટલમાંથી ફરાર થયેલો આરોપી હરિયાણાથી ઝડપાયો

પાટણ, પાટણની ધારપુર હોસ્પિટલમાં પોલીસ જાપ્તા સાથે સારવાર માટે લઈ જવાયેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર બન્યો હતો જે આરોપીને પાટણ એલસીબી ટીમે બાતમીના આધારે હરિયાણાથી ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે મળતી માહિતી મુજબ આરોપી ઘંટસિંગ નારસિંગ ખીચી (સરદાર) રહે. ચાણસ્મા, ઈન્દીરાનગર, તા.ચાણસ્મા, જી. પાટણવાાળને મેડીકલ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા સાથે લઈ ગયેલ ત્યારે આરોપી પોલીસની નજર ચુકવી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલ જે અનુસંધાને બાલીસણા પો.સ્ટે.માં ગુન્હો નોંધવામાં આવ્યો હતો

ત્યારે આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા વગેરેએ આરોપીને પકડી પાડવા સૂચના કરેલ હોઈ જે આધારે આર.કે. અમીન પો. ઈન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પાટણ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ

આરોપીને શોધવાની કામગીરીમાં હતા દરમિયાન ખાનગી રાહેબાતમી મળેલ કે ઘંટસિંગ નારસિંગ ખીચી (રહે. ચાણસ્મા, ઈન્દિરાનગર, તા.ચાણસ્મા, જી. પાટણ) હરિયાણા રાજયના રેવાડી ખાતે હોવાનું જાણવા મળેલ જે હકીકત આધારે આરોપીને હરિયાણા રાજયના રેવાડી રેલવે સ્ટેશન ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.