Western Times News

Gujarati News

શનિવારે સવારે ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં ૧૨૮ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૧૨૮ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં તેમજ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં  ૧૫૨ મિ.મી. એટલે કે,

૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વિસાવદર તાલુકામાં ૧૩૭ મિ.મી., ધારીમાં ૧૩૦ મિ.મી., ખેરગામ તાલુકામાં ૧૧૨ મિ.મી. અને પારડીમાં ૯૮ મિ.મી. વરસાદ એટલે કે, ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપી, જલાલપોર, મહુવા(ભાવનગર), વલસાડ, ચિખલી, તલાલા, નવસારી, વાંસદા, બગસરા, સિધ્ધપુર, વધઈ અને મેંદરડા તાલુકાઓમાં ૨ ઈંચથી ૪ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.