Western Times News

Gujarati News

મહીસાગર ક્લેક્ટર દ્વારા પટ્ટાંગણમાં સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરાયું

(પ્રતિનિધિ) ગોધરા, આજે ભારતનું વિશ્વમાં એક આગવું સ્થાન છે અને ભારત દરેક ક્ષેત્રે સતત નવા શિખરો સર કરી રહ્યું છે. બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌએ આઝાદીની લડાઈમાં આપેલા ફાળાને અનેક રીતે આપણે વારંવાર વાગોળતા હોઈએ છીએ. આમ છતાં કોઈક કારણોસર ઘણા એવા લોકો છે

જેણે દેશની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું પરંતુ તેમની નોંધ એનકેન કારણોસર આપણે લઈ શક્યા નથી,તેઓને આપણે નવી પેઢી સમક્ષ રજુ કરી શક્યા નથી. આવા તમામ દેશના ઋણીઓ માતૃભુમિના સપુતોને આપણે આઝાદીના આ અમૃત પર્વ દરમ્યાન યાદ કરવા એ આપણી નૈતિક ફરજ છે.

મહીસાગર જિલ્લાના સ્વાંતત્રય સેનાની પાઠક સુમિત્રાબેન અંબાલાલ પણ આવા જ એક આઝાદીની લડતમાં સક્રિય ભાગ ભજવનાર વિરાંગના છે, જેણે આઝાદી માટે આપેલા અમુલ્ય ફાળા બદલ આજે મહીસાગર કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.

કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન અંતર્ગત મહીસાગર જિલ્લા વહિવટી તંત્ર વતી કલેક્ટર મહીસાગર ભાવિન પંડ્યા દ્વારા એસ.પી. રાકેશ બારોટ, ટ્રેઈની આઈએએસ મહેંક જૈન, જિલ્લા અગ્રણી અજય દરજી તથા

અન્ય વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતીમાં મહીસાગર જિલ્લાના વતની અને આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર સ્વાતંત્રય સેનાની પાઠક સુમિત્રાબેન અંબાલાલ અને તેમના પરિવારજનોનું શિલ્ડ,શાલ અને બુકેથી સન્માન કરવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.