Western Times News

Gujarati News

ધાનેરામાં રાત પડતાં જ ઘરો પર કોણ વરસાવે છે પથ્થર?

ધાનેરા, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલા બેલીમવાસ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી રાત્રિના સમય દરમિયાન લોકોના ઘર પર પથ્થરો આવતા હોવાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો રાત્રિ દરમિયાન બેટરી અને લાકડીઓ લઈને પોતાના વિસ્તારમાં ફરી રહ્યા કરી છે.

પોલીસ પેટ્રોલિંગ વધારવામાં ન આવતાં પણ લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. એક હાથમાં બેટરીને બીજા હાથમાં લાકડી, ધાબા પર બેટરી લઈને ઉભેલા યુવાનો, લોકોના ચહેરા પર ડરનો માહોલ. આ દ્રશ્યો છે ધાનેરા શહેરના બેલિંગ વાસના. છેલ્લા ૧૫ દિવસથી બેલીમ વાસના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.

ધાનેરાના બેલીવાસ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી લોકોના ઘર પર રાત્રિના સમય દરમિયાન પથ્થરો આવી રહ્યા છે. આ પથ્થરો કોણ ફેંકી રહ્યું છે અને ક્યાંથી આવી રહ્યા છે? તેનો જવાબ કોઈની પાસે નથી. આ પથ્થર ક્યાંથી આવ્યો, તે જાણી શકાયું નહીં. ધાનેરાના બેલીમ વાસમાં રહેતા લોકોમાં એવો તો ડરનો માહોલ છે કે રાત્રે શાંતિથી સુઈ પણ નથી શકતા.

લોકોનું માનીએ તો, રાત્રીના આઠ વાગ્યાથી લઈને રાત્રિના બે વાગ્યા સુધી પથ્થર તેમના ઘર પર આવે છે. એટલો ડર બેલીમ વાસના લોકોમાં છે કે રાત્રે પથ્થરના ડરથી થરથર કાપી રહ્યા છે. રાત્રિના સમયે લોકો એક સાથે એકઠા થઈને ડરના માહોલમાં બેસી રહે છે. કેટલાક લોકો લાકડી લઈને પહેરો ભરે છે તો કેટલાક લોકો બેટરીઓ લઈને ધાબા પર ચડી જાય છે અને શોધે છે કે પથ્થર કઈ બાજુથી આવશે. રાત્રિના ૮ઃ૦૦થી ૨ઃ૦૦ વાગ્યા સુધી ક્યારે પાંચ વાર પથ્થર આવે છે તો ક્યારેક ૧૦ વાર પથ્થર આવે છે.

ધાનેરાના બેલીમ વાસના લોકોએ ધાનેરા પોલીસને લેખિતમાં અરજી આપી છતાં પણ ધાનેરા પોલીસ કાર્યવાહી કરવાની જગ્યાએ બેલીમ વાસના લોકોને કહે છે કે, પથ્થર મારનારને તમે પકડી લો. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે લોકોને ખબર હોત કે પથ્થર કોણ મારે છે તો લોકોએ જ પકડી પાડ્યો હોત. પોલીસના આવા ઉડાઉ જવાબથી બેલીમ વાસના લોકોમાં પોલીસ સામે રોષ જાેવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે અમારે મજૂરી કરવી કે આખી રાત મહોલ્લાની ચોકીદારી કરવી.

છેલ્લા ૧૫ દિવસથી રાત્રિના સમયે બેલીમ વાસમાં આવેલા પથ્થરોથી ૩ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તેમજ એક ગાડીનો કાચ પણ ફૂટ્યો છે. ધાનેરાના બેલીમ વાસના લોકોએ મીડિયાની સામે પોલીસને ફોન કર્યો છતાં પોલીસના આવી નહીં. પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી અને પથ્થર જે ઘરો પર આવ્યા હતા તે ઘરોની તપાસ પર હાથ ધરી હતી. તેમજ બેલીમવાસમાં પોલીસ અને હોમગાર્ડના જવાનને રાત્રિના સમયે પેટ્રોલિંગનો પોઇન્ટ આપવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.