Western Times News

Gujarati News

નીતૂ કપૂરે શેર કરી કપૂર ખાનદાનના બાળકોની તસવીર

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ નીતૂ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના પરિવાર સાથે શેર કરેલી તસવીરો શેર કરતાં રહે છે. હાલમાં જ નીતૂ કપૂરે પોતાના પરિવારના બાળકોની તસવીર શેર કરી હતી. જેમાં કરિશ્મા કપૂરથી માંડીને રણબીર કપૂર સુધીના બાળકો જાેવા મળી રહ્યા છે. નીતૂ કપૂરે આ ફોટો શેર કરતાં ખુલાસો કર્યા છે કે તેમાં દેખાતા બાળકો કોણ છે. Neetu Kapoor shared a picture of the children of the Kapoor family

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નીતૂ કપૂરે ફોટો શેર કર્યો છે અને તેમાં દેખાતા બાળકોને ટેગ પણ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ તસવીરમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, નિતાશા નંદા અને નિખિલ નંદા છે. કરીના આ ફોટોમાં નાના વાળમાં જાેવા મળે છે એટલે ઓળખાતી નથી. આ ચારેય બાળકો એક નાના બાળક સાથે પોઝ આપી રહ્યા છે. એવામાં ફેન્સ અંદાજાે લગાવી રહ્યા છે કે, આ નાનો છોકરો રણબીર કપૂર છે. રણબીર કપૂર સોશિયલ મીડિયા પર ના હોવાથી નીતૂએ તેને ટેગ નથી કર્યો.

રણબીર કપૂર, કરિશ્મા કપૂર અને કરીના કપૂર આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના પૌત્ર અને પૌત્રીઓ છે. જણાવી દઈએ કે, નિતાશા નંદા અને નિખિલ નંદા રાજ કપૂરની દીકરી રિતુ નંદાના બાળકો છે. નિખિલ નંદા બિઝનેસમેન છે જ્યારે નિતાશા નંદા ફિલ્મોમાં સક્રિય નથી.

જાેકે, આ તસવીરમાં બધા જ બાળકોને ઓળખવા મુશ્કેલ લાગે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, નીતૂ કપૂર છેલ્લે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જાેવા મળ્યા હતા. આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

હવે નીતૂ કપૂર સની કૌશલ અને શ્રદ્ધા શ્રીનાથ સાથે ફિલ્મમાં જાેવા મળશે. આ ફિલ્મનું ટાઈટલ હજી નક્કી નથી થયું. ફિલ્મ મિલિંદ ધૈમાડે ડાયરેક્ટ કરવાના છે. હાલ તો નીતૂ કપૂર દીકરી રિદ્ધિમા અને જમાઈ સાથે મિલાનમાં વેકેશન માણી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.