Western Times News

Gujarati News

78.3 કરોડ લોકો વિશ્વમાં ભૂખમરાનો ભોગ બન્યા

૧૪.૮ કરોડ બાળકોની વૃધ્ધિ અટકી-ગયા વર્ષે વિશ્વમાં ર.૪ અબજ લોકો પૂરતા અનાજથી વંચિત રહયાઃ યુનાઈટેડ નેશન્સ

(એજન્સી), યુનાઈટેડ નેશન્સે વિશ્વમાં અન્ન સલામતી અંગેનું ગંભીર ચીત્ર રજુ કર્યું હતું. ગયા વર્ષે વિશ્વમાં ર,૪ અબજ લોકો અનાજથી સતત વંચીત રહયા હતા. ૭૮.૩ કરોડ લોકોો ભુખમરાથી પીડાયા હતા. અને ૧૪.૮ કરોડો બાળકોની વૃધ્ધિ અટકી ગઈ હતી.

ર૦ર૩માં અ-ન્ન સલામતી અને પોષણ અંગેના અહેવાલમાં યુએનની પાંચ એજન્સીઓએ જણાવ્યું છે કે ર૦ર૧માં અને ર૦રરમાં વચ્ચે ભુખમરાને વૈશ્વીક આંક સ્થિર રહયો હતો. પણ અનેક દેશો ઘેરી અન્ન કટોકટીનો સામનો કરી રહયા છે. તેમણે જણાવ્યું કે, પશ્ચિમ એશીયા, કેરેબીયન અને આફ્રીકાના દેશોમાં ર૦ ટકા વસતી ભુખમરાનો સામનો કરી રહી છે. જે વૈશ્વીક સરેરાશ કરતાં બમણાંથી પણ વધુ છે.

વૈશ્વીકી મહામારીથી રીકવરી અસમાન છે. અને યુક્રેનમાં યુદ્ધએ પોષક અન્ન અને તંદુરસ્ત આહાર પર અસર કરી છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન એફએઓ ના ડીરેકટર જનરલ કયુ ડોગ્યુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ન્યુ નોર્મલ છે. જેમાં જળવાયું પરીવર્તન સંઘર્ષ યુધ્ધ અનેઆર્થિક અસ્થિરતા છેવાડાનાં માનવીઓને સલામતીથી વધુ દુર લઈ જઈ રહયા છે.

સમગ્ર વિશ્વમાં લોકો માટે તંદુરસ્ત આહાર મેળવવો મુશ્કેલ બની રહયો છે. ર૦ર૧માં ૩.૧ અબજથી વધુ લોકો એટલે કે વૈશ્વીક વસ્તીનાં ૪ર ટકા લોકો તંદુરસ્ત આહાર મેળવી શકયા નહોતા. ર૦૧૯ની સરખામણીમાં આવા લોકોની સંખ્યામાં ૧૩.૪ કરોડનો વધારો થયો છે.

એફએઓ ના ચીફ ઈકોનોમીસ્ટલ મેકિસકો ટોરેરાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાનારા લોકોની સંખ્યામાં ઘટાડો કરવો એ મોટો પડકાર છે. એક સંશોધન પ્રમાણે ર૦રરમાં ૬૯.૧ કરોડથી ૭૮.૩ કરોડ લોકો પોષણક્ષમ આહાર મેળવીશકયા નહોતા યુુએનનાં અંદાજ પ્રમાણે વર્ષ ર૦૩૦માં ૬૦ કરોડ લોકો પોષણક્ષમ આહારથી વંચીત થશે.

જયારે યુએનનો વિકાસ લક્ષ્યાંક ર૦૩૦ વિશ્વમાં કોઈ પણ વ્યકિત ભુખ્યો ન રહે તે દિશામાં પ્રયત્ન કરવાનો છે. એફએઓ વર્લ્ડ ફુડ પ્રોગ્રામ ઈન્ટરનેશનલ ફનડ ફોર એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ, યુએન ચિલ્ડ્રન એજન્સી યુનિસેફ અને ડબલ્યુએચઓએ જણાવ્યું છે કે ઝીરો હંગર લક્ષ્ય હાંસલ કરવું મોટો પડકાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.