Western Times News

Gujarati News

અમેરિકામાં દીકરીનાં લગ્ન નહીં થવા દઉં સહિતની ધમકી આપતા ફરિયાદ

પ્રતિકાત્મક

વ્યાજ સાથે નાણાં ચૂકવ્યા બાદ મૂળ વડોદરાના પણ અમેરિકા રહેતા વ્યાજખોરે ધમકી આપી

વડોદરા, મૂળ વડોદરા અને અમેરિકામાં રહેતા વ્યાજખોર પાસેથી વડોદરા સ્થિત દંપતિએ ધંધો કરવા લીધેલા પૈસા ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરોનું પેટ ન ભરાતા તેઓએ મોટી રકમ વસૂલવાની લાલચમાં હદ વટાવી દઇને ધમકી આપ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

વડોદરામાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પરીંદાબેન દીપકભાઈ મોદીએ જમાવ્યું હતું કે, ૨૦૧૦માં મારા પતિ અને મેં વેપાર ધંધા માટે મયુરભાઈ શાહ (રહે.હાલ અમેરિકા, મૂળ વડોદરા) પાસેથી વ્યાજે રૂ.૧૦,૦૦,૦૦૦ ૨.૫%ના માસિક વ્યાજે લીધા હતા.

જે અમે દર મહિને રૂ.૨૫,૦૦૦ રોકડામાં આપતા હતા. વેપારમાં થતા ૨૯-૧૧-૨૦૧૦ના રોજ રૂ.૫,૦૦,૦૦૦ અને ૧૮-૧૦-૨૦૧૧ના રોજ ૫,૦૦,૦૦૦ના પરત આપી દીધા હતા. જે બાદ મારા પતિને ફરીથી પૈસાની જરૂર ઉભી થતા મયુરભાઈ પાસેથી લઈને તેમને પરત કરી દેતા હતા.

૨૦૧૯માં મયુરભાઈને રોકડા જાેઈતા હોવાથી અમે ઓમ પેટ્રોલિયમ નામના એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ.થી રૂ.૨૦,૦૦,૦૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ મયુર શાહે મારા પતિને વોટ્‌સએપ મારફતે એક કાગળમાં રૂ.૬૬,૦૦,૦૦૦  ૧૮ ટકા વ્યાજના રૂપિયાને મુડી ગણીને તેમજ રૂા.૧૭,૨૫,૦૦૦ એમ કુલ સાથે રૂ.૮૩,૨૫,૦૦૦ આપવાના બાકી નીકળે છે.

તેમ કહી રૂપિયાની માંગણી કરી હતી. મયુર શાહ ૩૧-૦૧-૨૦૨૨માં અમેરિકાથી વડોદરા આવ્યા ત્યારે મારા પતિને વિશાલ ઉર્ફે અપ્પુ પરીખના ઘરે બોલાવ્યા હતા. તે સમયે મયુર શાહના મિત્ર સમીર શાહ પણ ત્યાં હાજર હતા.

એક કાગળ પર સમીરભાઈ સાથે લખાણ કરાવી ૯ ટકા વ્યાજનો હિસાબ કરી અમારી પાસેથી રૂ.૮૧,૫૦,૮૨૦ લેવાના નીકળતા હોવાની ચીઠ્ઠી બાવી હતી. જેના પર મારા પતિ અને મારી સહિત વિશાલ અને સમીરને સહિ કરાવી હતી.

એટલું જ નહિ મયુર શાહે તેના નામનો રૂ.૧૭,૦૦,૦૦૦નો અને બીજાે યુનિયન બેંક માંજલપુર શાખાનો રૂ.૨૧,૬૦,૦૦૦નો જેની પાસેથી અમે લીધા નથી તેવા વિશાલના નામે રૂ.૧૪,૩૦,૦૦૦, અમિષા પરીખના નામનો રૂ.૧૪,૩૦,૦૦૦નો અને ચેક લખાવી અમારી સાથે સમજૂતી કરાર અને પ્રોમીસરી નોટ તૈયાર કરાવી હતી.

પૈસા ચૂકવી દીધા હોવા છતાં અમારી પાસેથી વધુ નાણાં વ્યાજ પેટે લેવાના આશયથી અમારી પાસે સમજૂતી કરાર અને પ્રોમિસરી નોટ કરાવી રૂ.૮૧.૮૨ લાખની અવારનવાર માંગણી કરતા અને ઘર આપી દેવા પણ દબાણ કરતા હતા. અમેરિકામાં દીકરીના લગ્ન નહીં થવા દેવાની ધમકી આપતા હતા. અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.