Western Times News

Gujarati News

સદગુરુ ૐઋષિ સ્વામી દ્વારા લેખિત વેદાન્ત દર્શન – આર્ષેય ભાષ્યમ્‌ બુક લોન્ચ કરાઈ

અમદાવાદ, વેદાન્ત દર્શન – આર્ષેય ભાષ્યમ્‌ બુક સદગુરુ ૐઋષિ સ્વામી દ્વારા લખવામાં આવી છે.આ પવિત્રગ્રંથમાં બ્રહ્મસૂત્ર અને વેદાંતના ૨૦૦થી વધુ શ્લોકો તેમજ એ શ્લોકોનું સદગુરુ ૐઋષિ સ્વામીએ ભાષ્ય પોતાના દૃષ્ટિબિંદુથી અને જ્ઞાનચેતનાથી લખ્યું છે. આ ગ્રંથને અત્યારે હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આ ગ્રંથને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં પણ બહાર પાડવામાં આવશે.

મહારાજશ્રી સદગુરુ ૐઋષિ સ્વામીએ જણાવ્યું કે વેદાન્ત દર્શન – આર્ષેય ભાષ્યમ્‌ એ પ્રત્યેક ભારતવાસીઓને જીવન જીવવા માટેનો માટે વેદ સમજવાનો સરળ માર્ગ છે અને તે રામરાજ્ય અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવશે.

આ ગ્રંથ વાંચવાથી હિન્દુ ધર્મ અને રામરાજ્યની સ્થાપના માટે વેદાન્ત દર્શન અને વેદાન્તનું જ્ઞાન મળશે જે દરેક હિન્દુ પાસે હોવું આવશ્યક છે. વેદાન્ત દર્શનનું આ પુસ્તક એ હિન્દુઓનો પવિત્રગ્રંથ પણ કહી શકાય. આ ગ્રંથ દરેક ભારતવાસીના ઘરમાં હોવો જાેઇએ.

અત્યાર સુધી સદગુરુ ૐઋષિ સ્વામી એ આધ્યાત્મિક પુસ્તક, મોટીવેશનલ પુસ્તક, મંત્રો ઉપરનું પુસ્તક, નવલકથા, મહાત્મા ગાંધી ઉપર સંશોધન અને વિવેચના, ભારતના રાષ્ટ્રપતિઓ ઉપર સંશોધન અને વિવેચના અને ૐગુરુ રચિત ભજનસંગ્રહ એમ ૨૨ જેટલા પુસ્તકો લખ્યા છે. અને વિવિધ વેદ પરના વિવેચન અને ગીતા દર્શન વિવેચન જેવા ૮ પુસ્તકોના લખાણનું કામ હાલ પ્રગતિમાં છે.

મહર્ષિ વેદવ્યાસ અને આદિશંકરાચાર્યએ ભારતવર્ષમાં નવા ધર્મની સ્થાપના કરવા માટે જે ધર્મ સ્થાપનાના નિયમ બનાવ્યા છે એમાં વેદાન્તનું ભાષ્ય કરવું અનિવાર્ય છે. જે ધર્મ નવો સ્થાપિત થયો હોય અને એ ધર્મના સ્થાપકે જાે વેદાન્ત દર્શનનું ભાષ્ય ના કર્યું હોય તો એ ધર્મને આ પૃથ્વી ઉપર ધર્મ તરીકેની સ્વીકૃતિ આપી શકાય નહિ.

માટે વેદાન્તનું ભાષ્ય કરીને સદગુરુ ૐઋષિએ ધર્મસ્થાપનાના બધાં નિયમોની પૂર્ણાહૂતિ કરી છે. જેમાં સ્વરચિત ૐકાર ચાલીસા, શ્રી નવદુર્ગા ચાલીસા, ૐ શ્રી ૧૨ જ્યોતિર્લિંગ ચાલીસાનો સમાવેશ થાય છે તેમજ સ્વરચિત મંત્રો, સ્વરચિત શ્લોકો, ૧૦૦૦ થી પણ વધુ સાધનાઓ, ૧૦૮ ૐકાર આસન, ૐ ઉપર રીસર્ચ ગ્રંથ જેનું નામ છે ૐ એક મહામંત્રનો પણ સમાવેશ થાય છે. જે સદગુરુ ૐઋષિ સ્વામીએ વિરચિત કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.