Western Times News

Gujarati News

નડીઆદ ખાતે ખેડાના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારંભ યોજાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) વેલ્ફર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા એસએસસી થી અનુસનાતક તેજસ્વી તારલાઓને સન્માનિત કરી ઇનામ થી નવાજવાનો કાર્યક્રમ જનાબ સૈયદ ઈકરામઅલી ડાયરેક્ટર આદર્શ એજ્યુકેશન કેમ્પસના અધ્યક્ષ સ્થાને નડીઆદ ના બ્લડ બેન્ક હોલ ખાતે યોજાયો હતો

આ કાર્યક્રમ શુભ શરૂઆત વિદ્યાર્થી અમ્માન મેમણે તિલાવત એ કુરાન પાક થી કરી હતી સંસ્થાની પ્રમુખ મુજમીલખાન પઠાણે સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર્ય હતા અને સંસ્થા દ્વારા થતી સમાજ ઉત્કર્ષ પ્રવૃત્તિઓને ચિતાર આપ્યો હતો આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના તમામ તાલુકાના પ્રથમ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરીને

પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ આ ઉપરાંત ખેડા જિલ્લામાં દીકરીઓમાં પીએચડીની પદવી પ્રાપ્ત કરીને મુસ્લિમ સમાજનું નામ રોશન કરી ગૌરવ વધારનાર સૈયદ નુુઝહતનાજ સરફરાઝ હુસૈન નું નારી રત્ન એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવેલ અને ઓલ ગુજરાત

ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં ઇલેવનમાં અતિકબેગ મિર્ઝા તથા હસ્સાનબેગ મિર્ઝાને બાળ પ્રતિભા એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરી ભાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અતિથિ વિશે શૈલેષભાઈ શાહ તથા ડો મલેકાબેન વોરાએ પ્રસંગોચિત્ત પ્રવચન કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા

અને પ્રોત્સાહન પૂરું પાડ્યા હતા સમારંભમાં અધ્યક્ષ સન્માન્ય ઈકરામઅલી સૈયદ સાહેબે શિક્ષણનું મહત્વ વિશે માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓને ગોલ નક્કી કરવા અને સાકાર કરવા સખત પુરુષાર્થ કરવાની શીખ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.