Western Times News

Gujarati News

સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે

સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે: સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપઃ હર્ષ સંઘવી

સાયબર સંજીવની ૨.૦ અભિયાનનું લોકાર્પણ કરાયું

(એજન્સી)સુરત, શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની ૨.૦ અભિયાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે.

હેકિંગ, ફિશિંગ, કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા. સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે.

સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓએ ઉપાડો લીધો છે. આ અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની ૨.૦ અભિયાન લોકાર્પણ કર્યું છે સાથે જ લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કર્યા હતા.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની લડાઈ પોલીસે નહીં પણ બધાએ સાથે લડાવી પડે. આ સાયબર ક્રાઇમ માટે સુરત પોલીસે રાતદિવસ મહેનત કરી છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા લોકો પોલીસેની નેગેટિવ વાત કરનારા તમામ લોકોને અપીલ છે.

સુરત પોલીસે જે પ્રોગ્રામ કર્યો એ તમારા ઘરમાં તમામ લોકોનતમારો એકાઉન્ટ નંબર શેર ના કરવો જાેઈએ. દીકરીઓએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ મુકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી. આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે એ કરી શકે. પરંતુ એને બધી જ સેફટીના ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એવી ખૂબ જરૂરી છે.

વધુમાં જણાવ્યું હતું કે તમામ પીઆઈઓને નાગરિકોની એક જ કોલમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે. સાઈબર ક્રાઇમમાં ૧૯૩૦ નંબર ટેલી કોલર પર ૫૦ કર્મચારીના બદલે હવે ૩૦૦ ટેલિકોલર કરવામાં આવશે. સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.