Western Times News

Gujarati News

દેશની જમીનનો ચોથો ભાગ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરે છે

નવી દિલ્હી, દેશના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ હોવા છતાં, જમીનનો ચોથો ભાગ દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. આઈએમડીએ ઓગસ્ટમાં નબળા ચોમાસાની આગાહી કરી છે જેના પગલે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસી શકે છે.

આઈઆઈટી-ગાંધીનગર દ્વારા સંચાલિત ભારતના પ્રથમ રીઅલ-ટાઇમ દુષ્કાળ-નિરીક્ષણ પ્લેટફોર્મ ડીઈડબલ્યુએસના ડેટા અનુસાર, દુષ્કાળની સ્થિતિ ૨૭ એપ્રિલ, ૨૦૨૩ના રોજ ૨૨.૪, ૨૬ જૂને ૨૩.૮ અને ૧૯ જુલાઈએ ૨૪.૪ હતી. ૨૬થી ૩૧ જુલાઈ સુધી ૨૫.૧ ટકા શુષ્ક હતું.

અગાઉના વર્ષની સરખામણીએ આ સમયગાળા દરમિયાન સૂકા ભૂમિ વિસ્તારમાં ૭ ટકાનો વધારો જાેવા મળ્યો હતો. એકંદરે ૨૫.૧ ટકા જમીનમાંથી ૬.૩ ટકા અત્યંત સૂકી છે જ્યારે ૯.૬ ટકા ગંભીર સૂકી સ્થિતિમાં છે. લગભગ ૯.૧ ટકા વિસ્તાર સાધારણ શુષ્ક સ્થિતિમાં છે.

દુષ્કાળગ્રસ્ત વિસ્તારો મોટાભાગે પૂર્વીય રાજ્યો ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગો, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં છે.

મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક ભાગો પણ દુષ્કાળની ઝપેટમાં છે. બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ૩૧ જુલાઈ સુધી અનુક્રમે ૪૮, ૪૬ અને ૨૨ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત આઈએમડીએ ૩૧ જુલાઈના રોજના તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૨૩માં દક્ષિણપશ્ચિમ ચોમાસાની મોસમના બીજા ભાગમાં દેશમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.