Western Times News

Gujarati News

રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર બોક્સ ઓફિસ ઉપર ત્રાટકી

પહેલા જ દિવસે બનાવી દીધા ૫ નવા રેકોર્ડ

રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર તેલુગુ અને તમિલ ભાષામાં જ રિલીઝ થઇ છે, છતાં પણ આ ફિલ્મને જાેરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે

રજનીકાંતની ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ત્રાટકી

મુંબઈ, રજનીકાંતની કોઈપણ ફિલ્મ રીલીઝને તેમના ફેન્સ તહેવારની જેમ ઉજવે છે. ત્યારે રજનીકાંત લગભગ ૨ વર્ષ બાદ ફિલ્મ ‘જેલર’ દ્વારા રૂપેરી પડદે પરત ફર્યા છે. ૧૦ ઓગસ્ટના રોજ ફિલ્મ ‘જેલર’ રિલીઝ થતાં ફેન્સે રજનીકાંતના કટઆઉટનો દૂધથી અભિષેક કર્યો હતો. ત્યારે ફિલ્મે તેના ઓપનિંગ ડે પર જ ધમાકેદાર શરૂઆત કરીછે અને પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવી લીધા છે. Rajinikanth starrer film Jailer hit the box office

ત્યારે અહીં ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શન અંગે જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ કે રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલર તેલુગુ અને તમિલ ભાષામાં જ રિલીઝ થઇ છે. છતાં પણ આ ફિલ્મને જાેરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે, જેને લઈને પ્રથમ દિવસે સારો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં તમન્ના, રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને મીરા મેનન જેવા કલાકારોએ કામ કર્યું છે. જયારે જેકી શ્રોફ અને મોહન લાલ જેવા દિગ્ગજ કલાકારોએ કેમિયો કર્યો છે.

જીટ્ઠષ્ઠહૈઙ્માના રિપોર્ટ અનુસાર, રજનીકાંતની ફિલ્મ જેલરે તેલુગુ અને તમિલ ભાષામાં પ્રથમ દિવસે ૪૪.૫૦ કરોડની કમાણી કરી છે, જયારે તેનું ગ્રોસ કલેક્શન ૫૦ કરોડ રૂપિયા રહ્યું છે. રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે તમિલનાડુમાં ૨૩ કરોડ રૂપિયા, કર્ણાટકમાં ૧૧ કરોડ રૂપિયા, કેરળમાં ૫ કરોડ રૂપિયા અને આંધ્રપ્રદેશ-તેલંગાણામાં ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અગાઉ સંભાવના વ્યક્ત કરાઈ હતી કે આ ફિલ્મ ૫૨ કરોડ રૂપિયા કલેક્શન કરી શકે છે. ફિલ્મ જેલર તમિલનાડુમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનારી પ્રથમ ફિલ્મ બની. કર્ણાટકમાં ફિલ્મ જેલર ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગબવાળી ફિલ્મ બની છે. જેલર કેરળમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની. આ ફિલ્મ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વર્ષ ૨૦૨૩માં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે.

સાઉથમાં આ ફિલ્મ પ્રથમ દિવસે સૌથી વધુ ગ્રોસ ઓપનિંગ ધરાવતી ફિલ્મ બની છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ જેલરને નેલ્સને ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં રજનીકાંતે મુથુવેલા નામના જેલરની ભૂમિકા ભજવી છે, જે ગુંદ તત્વોના વિરોધમાં હોય છે, જેઓ જેલમાં રહેલા પોતાના લીડરને છોડાવવા માંગે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.