Western Times News

Gujarati News

બ્રહ્માકુમારી રાજયોગિની કૈલાશ દીદીની મુલાકાત લેતાં રીટાબેન પટેલ

ગાંધીનગર ઉત્તરના લોક્પ્રિય ધારાસભ્ય ભગિનિ રીટાબેન પટેલને તેમના જન્મ દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે પ્રભારી આદરણીય રાજયોગિની કૈલાશ દીદીજી, ચિલોડા સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.તારાબેન,

ઉર્જાનગર-૧ સેવાકેન્દ્ર પ્રભારી બી.કે.રંજનબેન, સેક્ટર.૨, ગાંધીનગર  સેવાકેન્દ્ર પ્રભારી ભાવનાબેન તથા અન્ય બ્રહમાકુમારી ટીચર બહેનોએ મળીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ.

આ શુભ પ્રસંગે બર્થ ડે કેક કાપી શુભ ભાવનાઓ અને શુભકામનાઓની વર્ષા કરવામાં આવી. પ્રસંગોપાત તેમને તથા સાથે આવેલ તેમના ચિરંજીવ પુત્રને પરમપિતા પરમાત્મા શિવબાબાના વરદાન અને શક્તિ સંપન્ન રાખડી બાંધવામાં આવેલ, યાદગાર રૂપ ભેટ-સૌગાત પણ અર્પણ કરવામાં આવેલ તથા દેવતાઓને પણ દુર્લભ એવુ બ્રહ્માભોજન ખૂબ જ પ્રેમથી સ્વીકાર કરેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.