Western Times News

Gujarati News

અલ નિનોને કારણે હવામાંથી વરાળની જેમ ગાયબ થયો વરસાદ

અમદાવાદ, ગુજરાતમાં હવે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતના વાતાવરણમાંથી વરાળની જેમ વરસાદ ગાયબ થઈ ગયો છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં એકાદ-બે જગ્યાને બાદ કરતા ક્યાંય પણ ભારે વરસાદ પડ્યો નથી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું છે. જ્યારે બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે.

જ્યારે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે. ૨ દિવસ બાદ ગુજરાતમાં સૂકું વાતાવરણ જાેવા મળશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નહીં હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ જાેવા મળશે, પરંતુ ભારે વરસાદની કોઈ સંભાવના નથી.

ભર સીઝનમાં જ વરસાદ ગાયબ થઈ જવાને લઈને હવામાન એક્સપર્ટ પણ ચિંતામાં મુકાયા છે. એક્સપર્ટસે આ વિશેનું કારણ જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદ પર અસર થઈ છે.

ચાલુ વર્ષે ચોમાસા પર ક્લાઈમેટ ચેન્જની અસર થઈ છે. નિષ્ણાંતોના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અલ-નિનોને કારણે લાંબા સમય સુધી વરસાદ પર બ્રેક લાગી શકે છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ક્યાંક ભારે તો ક્યાંક નહીંવત વરસાદ જાેવા મળી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાનું તારણ તેઓએ જણાવ્યું.

નિષ્ણાતોના મતે, જૂનમાં બિપરજાેયના કારણે કેરળમાં ચોમાસાના આગમનમાં પણ અસર પડી હતી. એક અભ્યાસમાં સામે આવ્યું કે, આ વર્ષે ચોમાસાએ ૧૯૬૧ બાદ પ્રથમ વખત દિલ્લી અને મુંબઈને એકસાથે આવરી લીધું છે. જૂનમાં દેશના ૩૭૭ સ્ટેશન્સમાં ભારે વરસાદ નોંધાયો છે. જે છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ હોવાની માહિતી છે.

નિષ્ણાતોએ જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જને કારણે બંગાળની ખાડી અને અરબ મહાસાગરમાં ચક્રવાતનું પ્રમાણ અને લાંબા સમય સુધી તેની તીવ્રતા રહી છે. જુલાઈમાં ભારે વરસાદની ઘટના વધી હતી, જે છેલ્લા ૫ વર્ષમાં પડેલો સૌથી વધુ વરાસદ છે. હાલ દેશમાં ચોમાસું અનિયમિત બની રહ્યું છે. ક્યારેક વરસાદ પડે તો ક્યારેક સૂકા હવામાનનો અનુભવ થાય. હાલ જે થઈ રહ્યું છે તે ક્લાયમેટ ચેન્જની અસર છે.

ઓગસ્ટમાં પણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ રહ્યો, જેમાં ૮૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ચોમાસા પર બ્રકે અને સામાન્ય વરસાદનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. અલ નિનોને કારણે ચોમાસા પર બ્રેક લાંબા સમય સુધી રહેશે. તેથી ચાલુ વર્ષે ચોમાસું આવુ જ જાેવા મળશે. અલ નિનોની અસર જેટલી તીવ્ર, વરસાદનો બ્રેક એટલો જ લાંબો રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.