Western Times News

Gujarati News

ડીસાના વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનાર પાટણના બે આરોપી ઝડપાયા

પાટણ, વિદેશમાં રૂા. ૩૫ હજાર કરોડની વિદેશી એન્ટીક ખુરશી માટે સોદો કર્યાે હોવાનું જણાવીને પાટણ ખાતે ૪ વર્ષ અગાઉ ડીસાના વેપારી સાથે રૂા. ૫.૬૭ કરોડ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટનાની પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં શહેરના કાકા-ભત્રીજા અને ધાનેરાના ધાખા અને ડીસાના ટેટોડા ગામના મળી કુલ ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાતા પાટણ એસઓજી દ્વારા તપાસ હાથ ધરી પાટણના બે શખ્સોને ઝડપી ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી માહિતી મુજબ આ છેતરપિંડી માટે આરોપીઓએ રિઝર્વ બેન્ક અને મિનિસ્ટ્રી ઓફ ઈન્ડિયાના તેમજ સ્વીટઝરલેન્ડ અને ફીડબેંકના ખોટા સિક્કા સાથેના લેટરપેડ બનાવી ગાજરીપરા ગામમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ઉત્તમભાઈ ઈશ્વરભઆઈ ચૌધરી ટેટોડા, તા. ડીસા અને તેનો મિત્ર આંબાભાઈ દાનાભાઈ પાત્રોડ ધાખા,

તા. ધાનેરા અવાર-નવાર આવતાં હોવાથી તેમને પરિચય થયો હતો. દરમ્યાન વિશ્વાસ બેસતા રૂપિયા પાંચ લાખ રોકડા અને બીજા પાંચ લાખ આંગડિયા મારફતે અમદાવાદ મોકલી આપ્યા હતા આ પછી દર બે-ત્રણ દિવસે પૈસા આપ્યાં હતા.

જ્યારે દસ્તાવેજાે ખોટા અને બનાવટી હોવાનું જાણવા મળતાં તેમની સાથે છેતરપિંડી થયાનું જણાતા ઉત્તમ ચૌધરીને મળતાં તેણે વ્યાજ સાથે રૂા. છ કરોડ બે મહિનામાં પરત આપવાની બાંહેધરી આપી નોટરી સમક્ષ એફિડેવિટ કબૂલાતનામું લખી આપ્યું હતું.

જેને પગલે તેમણે પાટણ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે મહંમદ સલીમ કાલુમિયા ફારુકી (રહે. પાટણ, મદની ફ્લેટ), ઉત્તમભઆઈ ઈશ્વરભાઈ ચૌધરી (રહે. ટેટોડા, તા. ડીસા), આંબાભાઈ દાનાભાઈ પાતરોડ (રહે. ધાખા, તા. ધાનેરા) અને મહંમદ સલીમ ફારુકીનો ભત્રીજાે જાફર સૈયદ ગુલામ હુસૈન વિરુદ્દ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

જેને તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ વી.આર. ચૌધરીએ હાથ ધરી આરોપી ફારુકી મહમદ સલીમ કાલુમિયા અને તેના ભત્રીજા જફર સૈયદ ગુલમ હુસૈનની પાટણ ખાતેથી ઝડપી લઈ આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો આબાભાઈ અને ઉત્તમભાઈને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.