Western Times News

Gujarati News

આમોદ પાસેથી પીક અપ વાનમાંથી પશુઓ છોડાવાયા

આમોદ પોલીસે બે આરોપી સાથે ૨.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ભરૂચ: આમોદ પોલીસે ગતરોજ સાંજના  સમયે બાતમીના આધારે એક પીક અપ વાનમાં પાણી અને ઘાસચારા વિના ખીચોખીચ રાખેલ પાંચ ભેંસોને છોડાવી હતી. અને તેને ભરૂચ પાંજરાપોળ ખાતે મોકલાવી હતી.

આમોદ પોલીસ ગતરોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જંબુસરથી સરભાણ રોડ ઉપર ભેંસો ભરીને પીક અપ વાન નીકળી છે જેથી આમોદ પોલીસે શમા હોટેલ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ પીક અપ વાન આવતા તેની તલાશી લેતાં તેમાં પાંચ ભેંસો કોઈ પણ પ્રકારના ઘાસચારા વગર રાત્રીના સમયે હેરાફેરી કરતાં ગામ ડાભા તા.જંબુસરના બે ઈસમો નામે ફારૂક બસીર મન્સૂરી રહે. તથા મયુર ઈશ્વર વાળંદને ઝડપી પાડ્યા હતા. આમોદ પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી પીક અપ વાન જેની કિંમત રૂપિયા બે લાખ અંગજડતીના ૧૦,૨૬૦ તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તથા ભેંસો નંગ પાંચ કિંમત રૂપિયા ૨૧,૦૦૦ મળી કુલ ૨,૪૧,૨૬૦ ના મુદ્દામાલ સાથે બે લોકોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.